મનોરંજન

નાની ઉંમરમાં આ સ્ટાર કિડસને તેના પેરેન્ટ્સે આપી છે આલીશાન ગિફ્ટ, કિંમત જાણીને વિશ્વાસ કરવો છે મુશ્કેલ

નસીબ લઈને આવ્યા છે આ સ્ટાર કિડ્સ… નાની ઉંમરમાં એવી એવી ગિફ્ટ મળે છે કે

બોલીવુડ સિર જેટલા ચર્ચામાં રહે છે તેટલા જ સ્ટારકિડ પણ ચર્ચામાં રહે છે. બૉલીવુડ સ્ટારકિડ પાસે પણ આલીશાન અને લકઝરી લાઈફ હોય છે. બૉલીવુડ સીતારાઓ દર વર્ષે ફિલ્મો, બ્રાન્ડ્સની પ્રચાર, પ્રોડક્ટ લોન્ચ દ્વારા કરોડોની કમાણી કરી લે છે. જેના કારણે તે તેના બાળકોને મોંઘામાં મોંઘી ગિફ્ટ તેના ખાસ દિવસે આપે છે. આજે અમે તમને એવા સ્ટારકિડ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના માતાપિતાએ તેને કિંમતી ગિફ્ટ આપી છે.

1.આર્યન અને સુહાના ખાન

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___) on

શાહરૂખ ખાન અને ગૌરી ખાને આર્યન અને સુહાનાને ઘણી ગિફ્ટ્સ આપી હતી. પરંતુ સૌથી વધુ એક ચર્ચા જ મીડિયામાં રહી હતી. 2009માં શાહરૂખ ખાને આર્યન અને સુહાનાને ઓડી એ 6 ગિફ્ટ કરી હતી.

2.આરાધ્યા બચ્ચન

 

View this post on Instagram

 

A post shared by Aaradhya Bachchan Official (@aaradhyabachchan_) on

16 નવેમ્બર 2011 ના રોજ જન્મેલી આરાધ્યા બચ્ચન તેના પરિવારમાં લાડલી છે. ફોટોગ્રાફરો વચ્ચે પણ આરાધ્યા પણ ખૂબ પોપ્યુલર સ્ટાર કિડ છે અને તેની તસવીરો ખેંચવાની હરીફાઈ પણ ચાલી રહી છે. આરાધ્યાના પહેલા જન્મદિવસ પર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા બચ્ચને તેમને રેડ કલરની બીએમડબ્લ્યુ મિની કૂપર એસઆપી હતી.આ સાથે જ તેને તે દુબઈ વેકેશનનો આનંદ માણવા લઇ ગયો હતો. જ્યારે આરાધ્યા ચાર વર્ષની થઈ ત્યારે અભિષેકે તેને ઓડી એ 8 ગિફ્ટ કરી હતી.

3.તૈમુર અલી ખાન

 

View this post on Instagram

 

A post shared by Taimur Ali Khan Pataudi (@taimuralikhanpataudii) on

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો લાડલો તૈમુર અલી ખાન સ્ટારકિડ્સમાં સૌથી પ્રખ્યાત છે. તેનો જન્મ 20 ડિસેમ્બર 2016 ના રોજ થયો હતો. તૈમૂરના પહેલા જન્મદિવસ પર સૈફે એક કાર ગિફ્ટ કરી હતી જેની કિંમત 1.3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. લાલ કલરની આ કારમાં તૈમૂર માટે એક અલગ સીટ છે. તૈમૂરના પહેલા જન્મદિવસ પર કરીના કપૂરના ન્યુટ્રિશનિસ્ટ રતુજા દિવેકરે તૈમૂરને જંગલ ભેટ આપ્યું હતું. આ જંગલમાં 100 સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે 100 થી વધુ વૃક્ષો છે.

4.અબરામ ખાન

 

View this post on Instagram

 

A post shared by AbRam Khan (@iamabramkhan) on

જો તમને લાગે કે શાહરૂખ અને ગૌરીએ ફક્ત આર્યન અને સુહાનાને ભેટો આપી છે, તો તમે ખોટા છો. આ લિસ્ટમાં અબરામ સૌથી વિશેષ હતો. ગૌરી અને શાહરૂખે અબ્રામને ટ્રી હાઉસ ગિફ્ટ આપ્યું હતું. તેમાં અબરામ માટે બાલ્કનીઓ, સીડી અને ફર્નિચર છે. આ ઘર સંપૂર્ણપણે લાકડાનું બનેલું છે.

5.આદિરા ચોપરા

 

View this post on Instagram

 

A post shared by Rani Mukherji (@ranimukheerjechopra) on

આદિત્ય ચોપડા અને રાની મુખર્જી તેમની પુત્રી આદિરા ચોપરાને ફોટોગ્રાફર્સથી દૂર રાખે છે. આદિરાના જન્મદિવસ પર બે બંગલો ગિફ્ટ આપ્યા હતા. જે મુંબઈના જુહુમાં છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.