ખબર

લે બોલો 2 લાખ 87 હજાર કેસ થયા સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા સારા સમાચાર, આશ્ચર્યચકિત થઇ જશો જાણીને

વિશ્વભરમાં કોરોનાના કેસમાં વધારો થતો જાય છે. દેશભરમાં કોરોનાના કેસની સંખ્યા 287,679 પહોંચી ગઈ છે. આ સાથે જ આજે કોરોના વાયરસને  સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવએ પ્રેસ કોન્ફ્રન્સ કરી હતી.

Image Source

કોરોના વાયરસને લઇને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગુરૂવારે સ્વાસ્થય મંત્રાલયે સંયુક્ત સચિવ લવ અગ્રાવાલ સિવાય આઈસીએમઆરના મહાનિર્દેશક બલરામ ભાર્ગવે ભાગ લીધો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, ભારતમાં પ્રતિ લાખ સંક્રમણના મામલે અન્ય દેશોની તુલનામાં ઓછા છે. ભારતમાં હજૂ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નહીં. WHOએ કોમ્યુનિટી ટ્રાન્સમિશનની કોઇ વ્યાખ્યા નથી આપી. ભારતની વસ્તી પ્રમાણે સંક્રમણ ઓછું થયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં 1.49 લાખ લોકો આ સંક્રમણથી સાજા થઇ ચૂક્યા છે. હવે સ્વસ્થ થનારા લોકોની સંખ્યા એક્ટિવ કેસથી વધુ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે, અન્ય દેશોના મુકાબલે પણ ભારતમાં મૃત્યુ દર ઓછો છે.

Image Source

તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોના વાયરસના સંક્રમણના રોજના આંકડા સતત વધી રહ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધીને 287,679 થઇ ગઇ અને આ મહામારીથી અત્યાર સુધીમાં અંદાજિત 8,115 લોકોના મોત થઇ ચૂક્યા છે.

દેશમાં આ સમયે કોરોનાના 138,445 એક્ટિવ કેસ છે, જ્યારે 141,119 લોકો આ મહામારીમાંથી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં આ મહામારીની દેશમાં સૌથી વધુ અસર થઇ છે.

Image Source

અનલૉક-1 બાદ અમદાવાદમાં કોરોનાના કેસનો વિસ્ફોટ થયો છે. અનલોક-1 બાદ અમદાવાદ શહેરની સ્થિતિ વધારે ખરાબ થઇ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.