પોલીસવાળાને કોરોના વેક્સીન લગાવતા નર્સ અડકી તો હસવા લાગ્યો, IPSએ જણાવ્યું કારણ, વીડિયો જોઈ હસીને બેવડા વળી જશો

કોરોના વાયરસના છેલ્લા એક કરતા વધારે સમયના પ્રકોપ ઉપર વિજય મેળવવા માટે દેશભરમાં વેક્સીન આપવાની શરૂ થઇ ચુકી છે. ત્યારે દેશમાં ઘણા લોકોએ વેક્સીન લગાવતી તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે. પરંતુ આ દરમિયાન એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમને પણ મજા આવશે.

સોશિયલ મીડિયા ઉપર આમ તો વેક્સીન લગાવતા ઘણા વીડિયો વાયરલ થઇ છે જેમાં કોઈ ડરતું નજર આવે છે તો કોઈ વેક્સિનથી ગભરાઈ પણ જાય છે, પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક પોલીસ કર્મી વેક્સીન લગાવતા દરમિયાન જોર જોરથી હસી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને આઇપીએસ ઓફિસર રૂપિન શર્માએ ટ્વીટર ઉપર શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે જ તેમને એક મજેદાર કેપશન પણ આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે આ વીડિયો નાગાલેન્ડનો છે. જ્યાં પોલીસકર્મી વેક્સીન લગાવવા માટે સેન્ટર પહોંચ્યો છે. અને નર્સના અડવાની સાથે જ તે જોર જોરથી હસવા લાગે છે. મોટાભાગે આપણે જોયું હશે કે ઈન્જેક્શનનું નામ સાંભળીને લોકો ડરવા લાગે છે, પરંતુ આ પોલીસકર્મી તો જોર જોરથી હસી રહ્યો છે.

આઇપીએસ  ઓફિસર દ્વારા તેના હસવાનું કારણ પણ કેપશનમાં જણાવ્યું છે, તેમને જણાવ્યું છે કે, “નાગાલેન્ડમાં કોવિડ-19 રસીકરણનો વીડિયો. ખબર નહીં, તેને છેલ્લે લગાવી કે નહીં. પરંતુ લાગે છે તે ગલીપચીને લઈને વધારે ચિંતિત હતો. લગભગ સોઇથી નહોતો. સ્પર્શની ગલીપચીથી હંગામો થઇ રહ્યો હતો.

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને ઘણા લોકોએ જોયો છે, અને કોમેન્ટમાં પણ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.

Niraj Patel