હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવી વિદ્યાર્થી છોકરીનો વિડીયો વાઇલર થઇ રહ્યો છે, જે ખરેખર ચોંકાવનારો છે અને આજની યુવા પેઢી માટે એકે પ્રેરણાસ્ત્રોત પણ છે.ગંભીર બીમારીથી પીડિત હોવા છતાં કેરળની કોટ્ટાયમની રહેનારી 24 વર્ષની લતિશા અંસારીએ પોતાના જીવનને જીવવાની છોડ્યું ન હતું.

લતિશા હાડકાં સંબંધિત રોગથી પીડિત છે અને તેને શ્વાશ લેવામાં પણ સમસ્યા હોવા છતાં તેણે સિવિલ-સેવાની પ્રિ પરીક્ષા આપી.રવિવારના રોજ લતીશાએ વ્હીલચેર પર બેસીને ઓક્સિજન સિલિન્ડરની સાથે IASની પ્રારંભિક પરીક્ષા આપી હતી.લોકો તેની આ હિંમત અને જુસ્સાના ખુબ વખાણ કરી રહ્યા છે.જણાવી દઈએ કે આખા દેશના 72 શહેરોમાં રવિવાર 2 જૂનના દિવસે સિવિલ સેવાની પ્રરંભિક પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી.

લતિશાનો વિડીયો પણ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં લતિશા ઓક્સિજન સિલિન્ડરની સાથે પરીક્ષા ખંડમાં બેઠેલી છે અને પરીક્ષા આપી રહી છે.લોકો તેની હિંમતને સલામ કરી રહ્યા છે અને હેરાન પણ થઇ રહ્યા છે કે આટલી બીમારી હોવા છતાં પણ તે પરીક્ષા આપવા માટે પહોંચી છે. વીડિયોને Saju Soman નામના એક ફેસબુક યુઝરે શેર કર્યો છે.

રિપોર્ટ અનુસાર લતિશા આગળના દોઢ વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહી છે.લતિશાની અપેક્ષા છે કે તેને પોતાની મહેનતનું પરિણામ ચોક્કસ મળશે.લતિશા જન્મ પોતાના પછીથી ટાઈપ-ટુ ઓસ્ટીયોજેનસિસ ઇમ્પરફેક્ટા(હાડકાના રોગ)થી પીડાઈ રહી છે.

તેના સિવાય તેને એક વર્ષથી પણ વધારે સમયથી શ્વાશ લેવામાં તકલીફ પડી રહી છે, જેને લીધે તેને હંમેશા એક ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે,જ્યાં પણ જાય ઓક્સિજન સિલિન્ડર તેની સાથે જ હોય છે.

પરીક્ષા ખંડની અંદર લતિશાને ઓક્સિજન કોન્સેન્ટ્રેટર ઉપલબ્ધ કરાવા માટે કોટ્ટાયમ જિલ્લા કલેકટર પીઆર સુધીર બાબુએ તેની મદદ કર હતી. જેને લીધે લોકો સુધીર બાબુનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે જેનેટિક ડિસઓર્ડરથી ગ્રસિત બાળકો માટે કામ કરનારી એક સંસ્થા અમૃતવર્ષિનીના લતા નાયરે કહ્યું કે,”લતિશા જેવી વિદ્યાર્થીઓને IAS દ્વારા બેસ્ટ સુવિધાઓ આપવાની જરૂર છે,જેના માટે દરેક મહિને લગભગ 25,000 રૂપિયાની જરૂર રહે છે”.

જુઓ પરીક્ષાખંડમાં બેઠેલી લતિશાનો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks