તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ઉમેદવાર લીલા બેનનું મોત, જાણો તેઓ જીત્યા કે હાર્યા

આજે વહેલી સવારથી મતગણતરીનો માહોલ છવાઈ ગયો હતો. તેવામાં અત્યારે ઉમેદવારોના હાર જીતનો સીલસીલો ચાલી રહ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકાઓની ચૂંટણીના પરિણામોમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યુ છે..

જેમાં સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર લીલાબેન ઠાકોરનો વિજય થયો છે. લીલાબેને પોતાના વિસ્તારમાંથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ પરિણામ આવે તે પહેલા લીલા બહેન ગઈકાલે સોમવારે અવસાન પામ્યા હતા.

સાણંદ તાલુકા પંચાયતના પરિણામ પહેલા જ માઠા સમાચાર મળ્યા હતા. સાણંદ તાલુકા પંચાયતના પીપળના ઉમેદવારનું નિધન થયું હતું. ફેફસાની બિમારીથી અપક્ષના ઉમેદવાર લીલાબેન ઠાકોરનું નિધન થયું હતું. લીલાબેનને મતદારોએ તો જીતાડ્યા પરંતુ ભગવાને હરાવ્યા હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

લીલાબેન સાંણદ તાલુકા પંચાયતની પીપળ સીટ પર અપક્ષમાંથી લડી રહ્યા હતા. મંગળવારના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજની પાલિકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા હતા, ત્યારે લીલા બહેનને સ્થાનિકોએ મત આપીને વિજેતા બનાવ્યા હતા. પરંતુ આ પરિણામમાં તેઓ સહભાગી બની શક્યા ન હતા.

Shah Jina