લતા મંગેશકરના પાર્થિવ દેહને પ્રભુ કુંજ લાવ્યા, અંતિમ દર્શન માટે મોટી મોટી હસ્તીઓ ઉમટી પડી જુઓ

દેશના શાન સમાન અને સંગીત જગત દિગ્ગજ, ભારત રત્ન લતા મંગેશકરનું આજે 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન થયું છે. તેમના દીદી ઉષા મંગેશકરે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી. ગયા મહિને 92 વર્ષીય લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

આજે તેમનો પાર્થિવ દેહ બ્રીચ કેન્ડી હોસ્પિટલથી તેમના પેડર રોડ સ્થિત નિવાસસ્થાન ‘પ્રભુકુંજ’ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાંથી તેમનો પાર્થિવ દેહ શિવાજી પાર્ક ખાતે અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાંજે આપણા PM નરેન્દ્ર મોદી પણ મુંબઈ પહોંચશે અને લતાજીને શ્રદ્ધાંજલિ આપશે. લતાજીના અંતિમ સંસ્કાર પણ શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ગૃહમાં સાંજે 6-30 વાગ્યે કરવામાં આવશે.

લતાજીના અવસાનના શોકમાં આપણી ભારત સરકારે બે દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ બે દિવસ દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠીને ઝૂકેલો રહેશે અને તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 8 જાન્યુઆરીએ 92 વર્ષીય લતાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ દાખલ થયાના સમાચાર પણ બે દિવસ પછી 10 જાન્યુઆરીએ સામે આવ્યા હતા. તેઓ 29 દિવસ સુધી કોરોના અને ન્યુમોનિયા બંને સામે એકસાથે લડી રહ્યા હતા. હાલમાં જ તસવીરો વાયરલ થઇ છે જેમાં ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેતા અનુપમ ખેર લતા મંગેશકરના પેડર રોડ સ્થિત આવાસ ‘પ્રભુકુંજ’ પહોંચ્યા.

બોલીવુડના દિગ્ગજ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે બ્લોગમાં લખ્યું, તે આપણને છોડીને ચાલી ગઈ. લાખો સદીઓનો અવાજ આપણને છોડી ગયો છે. તેમનો અવાજ હવે સ્વર્ગમાં ગુંજશે. શાંતિ અને સંવેદના માટે પ્રાર્થના.

લતાજીના અંતિમ સંસ્કાર આજે શિવાજી પાર્કમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને તેમના ઘર ‘પ્રભુ કુંજ’થી હાજી અલી જંક્શન, વરલી નાકા થઈને સિદ્ધિવિનાયક થઈને શિવાજી પાર્ક લાવવામાં આવશે. લતા મંગેશકરના પાર્થિવ દેહને તેમના પેડર રોડ સ્થિત આવાસ ‘પ્રભુકુંજ’માં લાવવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ ગાયકના અંતિમ સંસ્કાર આજે સાંજે શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે.

YC