આગળના ઘણા સમયથી રાનુ મંડલ ચર્ચામાં બનેલી છે. પહેલા તો તેણે લતા મંગેશકરજીનું ગીત ગાઈને રાતોરાત દરેકનું દિલ જીતી લીધું હતું અને તેના પછી હિમેશ રેશમિયાની ફિલ્મ માટે ગીતો પણ રેકોર્ડ કર્યા છે. એવામાં અમુક સમય પહેલા જ લતાજીએ રાનુ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, પણ સોશિયલ મીડિયા યુઝર્સ અને લતાજીના ફૈન્સને રાનુ માટે લતાજીએ આપેલી આ સલાહ પસંદ ન આવી.

લતાજીનું ઇન્ટરવ્યૂ વાઇરલ થયા પછી હવે તેના ફૈન્સ તેનાથી નારાજ થયેલા દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એવામાં એક યુઝર્સે લખ્યું કે-”એક ગરીબ મહિલા, જે રેલવે સ્ટેશન પર ગીતો ગાતી હતી. પોતાના અવાજ અને સોશિયલ મીડિયાના દમ પર એક સ્ટાર બની ગઈ. જે પ્રેરણાત્મક છે એવામાં તેના માટે ખોટું કહેવું યોગ્ય નથી”. જ્યારે એક યુઝરે લખ્યું કે,”એક અન્ય સિતારામાં દયાની ખામી જોવા મળી. જ્યારે એક અન્ય યુઝરે લખ્યું કે,”થોડું કઠોર થઇ ગયું”.

ઇન્ટરવ્યૂમાં લતાજીએ રાનુ વિશે વાત કરતા કહ્યું હતું કે,”જો મારા નામ અને કામથી કોઈનું ભલું થઈ રહ્યું છે તો હું પોતાને એક ભાગ્યવાન સમજુ છું”.લતાજીએ એ પણ કહ્યું કે,”પણ હું એ પણ મહેસુસ કરું છું કે નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા નથી મળતી.

કિશોર દા, મોહમ્મદ રફી, આશા ભોંસલે અને મુકેશના ગીતો ગાઈને આવા ગાયકોને અમુક સમય માટે જ અટેંશન મળે છે પણ તે વધારે સમય સુધી રહેતું નથી”.

ટીવી પર આવનારા મ્યુઝિક શો ના પ્રીતિયોગીતો માટે ચિંતા વ્યક્ત કરતા લતાજીએ કહ્યું કે,”ઘણા બાળકો મારા ગીતો ખુબ જ સુંદરતાથી ગાય છે પણ કોને પોતાની પહેલી સફળતા પછી યાદ રાખવામાં આવ્યા હશે. હું માત્ર સુનિધિ ચૌહાન અને શ્રેયા ઘોસાલને ઓળખું છું”.

આવા આકાંક્ષી ગાયકોને લતાજીએ સલાહ આપતા કહ્યું કે,”હંમેશા ઓરીજીનલ રહો. દરેક સિંગર્સના એવરગ્રીન ગીતો ગાઓ પણ અમુક સમય પછી ગાયકને પોતાનું ગીત શોધવું જોઈએ”. લતાજીએ પોતાની બહેન આશાજીનું ઉદાહરણ આપતા કહ્યું કે,”જો આશા પોતાના સ્ટાઇલમાં ગીત ગાવાની જીદ ન કરતી તો તે મારો પળછાયો બનીએ જ રહી ગઈ હોત. તે આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે વ્યક્તિની પ્રતિભા તેને કેટલે દૂર સુધી લઇ જઈ શકે છે”.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks