દર્દનાક કિસ્સો: લતાજીને 33 વર્ષ ઉંમરમાં સ્લો પોઇઝન આપવામાં આવ્યું હતું; 3 મહિના સુધી સતત …

બોલીવુડના દિગ્ગજ સિંગર લતા મંગેશકર (Lata Mangeshkar) નું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમણે મુંબઈમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને છેલ્લા 28 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ હતા. થોડા સમય પહેલા જ તેમને આઈસીયુમાંથી શિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે સવારથી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકવામાં આવ્યા હતા.

દિગ્ગજ સિંગર કોવિડથી સંક્રમિત થયા બાદ અને ન્યુમોનિયા થયા બાદ 8 જાન્યુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકરની સારવાર કરી રહેલ પ્રતિત સમધાની અને તેમની ટીમ સ્વરા કોકિલાની તબિયત પર સતત નજર રાખી રહ્યા હતા, અને સતત તેમની સારવારમાં વ્યસ્ત હતા

બપોરે 12:30 વાગ્યે ઘરે લવાશે લતાજીનો પાર્થિવ દેહ. અંતિમ દર્શન માટે ઘરે લવાશે પાર્થિવ દેહ. બપોરે 3:30 વાગ્યે અંતિમ યાત્રા નીકળશે. મારું દુખ શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. દયાળુ અને લોકોની દરકાર કરનારા લતા દીદી આપણી વચ્ચે નથી રહ્યા. તેમના નિધનથી આપણા દેશમાં એવો શૂન્યાવકાશ સર્જયો છે, જેને ક્યારેય પૂરી શકાય તેમ નથી : PM MODI

જયારે તો 33 વર્ષનાં હતાં ત્યારે તેમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પછી તેમને જાતે જ આ બાબતે વાત કરી હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મંગેશકર્સ આ અંગે વાત કરવાનું પસંદ કરતા નથી, કારણ કે અમારા જીવનનો એ સૌથી ભયાવહ સમય હતો. વર્ષ 1963 હતું. મને એટલી અશક્તિ આવી ગયેલી કે કે હું માંડ માંડ પથારીમાંથી ઊભી થઈ શકતી હતી. પરિસ્થિતિ એવી હતી કે હું મારી જાતે ચાલી પણ શકતી નહોતી.’

તેમના કેરિયરના શરૂઆતના દિવસોમાં ઘણા લોકોએ તેમના અવાજને પાતળો અને નબળો ગણાવ્યો હતો. પછી પોતાનો અવાજ પાતળો ગણાવનાર પ્રથમ વ્યક્તિ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા એસ. મુખર્જી. એકવાર લતાના ગુરુ ગુલામ હૈદર સાહેબે ફિલ્મ નિર્માતા એસ. દિલીપ કુમાર અને કામિની કૌશલની ફિલ્મ ‘શહીદ’ માટે મુખર્જીને લતાનો અવાજ આપવામાં આવ્યો હતો.

જણાવવામાં આવે છે કે મુખર્જીએ પહેલા તેમનું ગીત ધ્યાનથી સાંભળ્યું અને પછી કહ્યું કે તેઓ તેમની ફિલ્મમાં તેમને કામ આપી શકશે નહીં, કારણ કે તેમનો અવાજ ખૂબ પાતળો હતો.

YC