BREAKING : લતા મંગેશકરનું દુઃખદ અવસાન, આખું બૉલીવુડ રડી પડ્યું…

સ્વર કોકિલા કહેવાતા લતા મંગેશકરની તબિયત છેલ્લા થોડા સમયથી ખુબ જ ગંભીર છે. શનિવાર બપોરે ફરીથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા, પછી તેમની હાલત ક્રિટિલક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રતીત સમધાની અને તેમની ટીમ લતાજીના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખી રહ્યા છે. એવી અપેક્ષા છે કે આજ બપોર સુધી ફરીથી લતાજીનું હેલ્થ બુલેટિન જાહેર કરવામાં આવી શકે છે.

92 વર્ષીય દિગ્ગજ ગાયિકા કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલથી તેમની તબિયત લથડી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લતા મંગેશકરની તબિયત બગડ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શનિવારે લતા મંગેશકરની તબિયત લથડ્યા બાદ એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશરે દોઢ કલાક રોકાયા બાદ પરત ફર્યા હતા.

આજે સિંગર કોરોના સામે હારી ગયાં. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. 8 જાન્યુઆરીએ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેઓ હોસ્પિટલમાં દાખલ છે, તે સમાચાર બે દિવસ બાદ એટલે કે 10 જાન્યુઆરીએ આવ્યા હતા.

મીડિયા રીપોર્ટસ અનુસાર સિંગર લતાજીને કોરોનાની સાથે સાથે ન્યૂમોનિયા પણ હતો. તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ICU (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં રાખવામાં આવ્યા હતા. ડૉ. પ્રતીત સમધાનીની દેખરેખમાં ડૉક્ટર્સની ટીમ તેમની સારવાર કરતી હતી. દિગ્ગજ સિંગારનું આજે 92 વર્ષની વયે અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે આપણા દેશમાં અને વિદેશમાં કોરોડોની ફેન ફોલોવીંગ ધરાવતા લતા મંગેશકરનોજન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો હતો. લતાજી ગોવામાં મંગેશી ગામથી હતા જેથી તેમની અટક મંગેશકર પડી અને બાળપણમાં તેમનું નામ હેમા હતું.

YC