મોદી સરકારે 28 સપ્ટેમ્બરના રોજ બોલિવૂડની પ્રસિદ્ધ ગાયિકા સ્વર કોકિલા લતા મંગેશકરને તેમના જન્મદિવસ પર ‘Daughter of The Nation’ના ખિતાબથી સન્માનિત કરવાની યોજના બનાવી છે. લતા મંગેશકરનો અવાજ સાંભળીને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ જાય છે. તેમની ગાયિકીની ચર્ચા આખા વિશ્વમાં થાય છે. તેમના પર આખા દેશની ગર્વ છે.
View this post on Instagram
Lataji wishing you and your family a happy Diwali. ✨✨#latamangeshkar #diwali
આ વર્ષે લતાજી 90 વર્ષના થઇ જશે. લતા મંગેશકરે 7 દાયકાઓથી ભારતીય ફિલ્મ સંગીતમાં યોગદાન આપ્યું છે, જેથી તેમને સન્માનિત કરવા માટે આ ખિતાબ આપવામાં આવશે. કવિ-ગીતકાર પ્રસૂન જોષીએ આ પ્રસંગ માટે એક ખાસ ગીત પણ લખ્યું છે.
જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી લતાજીના અવાજના ખૂબ જ મોટા પ્રશંસક છે. તેઓ ભારતીય રાષ્ટ્રનો સામુહિક અવાજનું પ્રતિનિધિત્વ કરે છે. તેમનું સન્માન કરવું રાષ્ટ્રની દીકરીનું સન્માન કરવું છે. આ જ કારણ છે કે તેમને દેશની દીકરીના ખિતાબથી સન્માનિત કરવામાં આવશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks