ફિલ્મી દુનિયા

લતા મંગેશકરના ચાહકો માટે ખરાબ સમાચાર, ICUમાં દાખલ કરાયા બાદ ડૉક્ટરોએ શું કહ્યું, જાણો વિગતે

બોલિવૂડની દિગ્ગજ ગાયિકા સ્વર કોકિલા તરીકે જાણીતી લતા મંગેશકરની તબિયત ખરાબ થવાને કારણે સોમવારના રોજ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત અત્યારે ખૂબ જ નાજુક છે.

જાણકારી અનુસાર, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી અને છાતીમાં દુઃખાવો થઇ રહ્યો હતો. તેમને ન્યુમોનિયા થયો છે, ડોક્ટરોએ જણાવ્યું છે કે તેમની સ્થિતિ ખૂબ જ નાજુક છે, હાલ તેમને ડિસ્ચાર્જ કરી શકાશે નહિ. ડોકટરો તેમની હાલત પર નજર રાખીને બેઠા છે.

Image Source

ન્યુમોનિયા એમ જોવા જઈએ તો એક સામાન્ય બીમારી છે, પણ જો સમયસર તેનો ઈલાજ ન કરવામાં આવે તો આ જીવલેણ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ આ બીમારીના લક્ષણ –

કફ સાથે ખાંસી આવવી, તાવ, ખૂબ જ વધુ ઠંડી લાગવી કે પરસેવો આવવો, સાધારણ કામ કરતા સમયે પણ શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસ લેતા સમયે કે ખાંસતા સમયે છાતીમાં દુઃખાવો થવો, શ્વાસ ઝડપથી ચાલવા, થાક અને સુસ્તી અનુભવવી, ભૂખ ન લગાવી, ઉલ્ટી-ઉબકા, માથું દુઃખવું વગેરે ન્યુમોનિયાના લક્ષણો છે.

ફેફસામાં ઇન્ફેક્શનને કારણે આવતા સોજાને ન્યુમોનિયા કહે છે. આ બીમારીમાં ફેફસામાં હવાના બદલે પરુ બનવાનું શરુ થઇ જાય છે. એનાથી ફેફસામાં ઓક્સિજન પહોંચવામાં તકલીફ થવા લાગે છે.

Image Source

ઘણા કિસ્સાઓમાં ન્યુમોનિયાથી બચી શકાય છે, એના માટે રસીકરણ ઘણું મહત્વનું છે. કેટલીક રસીઓ છે જે ન્યુમોનિયા સામે લડવામાં મદદ કરે છે. પરંતુ એના માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. ન્યુમોનિયાથી બચવા માટે સ્મોકિંગ છોડવું સારું છે. સાથે જ નિયમિત રીતે હાથ ધોવા, ખાંસતા સમયે મોઢા પર રૂમાલ રાખવો અને રોગપ્રતિકારક શક્તિને બનાવી રાખવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.