ખબર

ઋષિ કપૂરને ખોળામાં લઈને લતા મંગેશકરે શેર કરી તસ્વીર, કહ્યું કે-તેના નિધનનું દુઃખ સહન નથી કરી શકતી

બોલીવુડના દિગ્ગ્જ કલાકાર ઋષિ કપૂરનું આજે સવારે નિધન થયું હતું. ઋષિ કપૂર છેલ્લા 2 વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યો હતો. કાલે રાતે તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે 9:32 વાગ્યે તેને અંતિમ શ્વાસ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

ઋષિ કપૂરના નિધનથી સમગ્ર બોલીવુડમાં શોક છવાઈ ગયો છે. આ વચ્ચે સંગીતની કોકિલા લતા મંગેશકરે એક ટ્વીટ કર્યું હતું.

જેમાં લતા મંગેશકર ઋષિ કપૂર સાથે નજરે આવી રહી છે. આ તસ્વીરમાં ઋષિ કપૂર બહુજ નાના છે અને લતા મંગેશકરના ખોળામાં નજરે આવે છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, થોડા સમય પહેલા ઋષિએ મને તેની અને મારી આ તસ્વીર મોકલી હતી. તે બધા જ દિવસો અને વાત યાદ આવ રહી છે. હું નિશબ્દ છું. વધુમાં લખ્યું હતું કે, શું કહું ? શું લખું કંઈ સમજમાં નથી આવતું. ઋષિજીના નિધન ખુબ જ દુઃખ થયું છે. તેના જવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી ઘણી હાનિ થઇ છે. આ દુઃખને સહન કરવું મારી માટે ઘણું મુશ્કેલ છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

જણાવી દઈએ કે, વર્ષ 2018માં ઋષિ કપૂરને કેન્સર થયું હતું. જે બાદ તે ઈલાજ માટે ન્યુયોર્ક ગયાહતા જ્યાં તે લગભગ 1 વર્ષ સુધી રહ્યા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..