BREAKING : 92 વર્ષના લેજેન્ડરી સિંગર લત્તા મંગેશકર ઓક્સિજન સપોર્ટ પર, કોરોના નહિ પરંતુ વધુ એક બીમારી સામે પણ ઝઝૂમી રહ્યા છે લત્તા દીદી

ભારતની સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની ભત્રીજી રચના શાહે 92 વર્ષીય લતા મંગેશકરના ચાહકો માટે હેલ્થ અપડેટ જારી કર્યું છે. લત્તા મંગેશકર હાલમાં ઓક્સિજન સપોર્ટ પર છે. તેમની ઉંમરને કારણે તેમને બીજી ઘણી સમસ્યાઓ છે, જેના કારણે ડોક્ટર્સ તેમની ખાસ કાળજી લઈ રહ્યા છે. જેથી તે આગામી કેટલાક દિવસો સુધી હોસ્પિટલમાં રહી શકે છે. રચના આગળ કહે છે કે લતા દીદી એકદમ સ્થિર છે. લતા દીદી એક ફાઇટર છે. અમને પૂરી આશા છે કે તે કોરોનામાંથી જીતીને જલ્દી ઘરે આવશે. હું તેમના તમામ ચાહકોનો આભાર માનું છું જેમણે તેમના માટે પ્રાર્થના કરી છે.

જ્યારે આટલા લોકોની પ્રાર્થના તેમની સાથે હોય ત્યારે કંઈ ખોટું થઈ શકે નહીં.. બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉ. પ્રતીક સમદાનીએ પણ નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેમણે કહ્યું કે લતા દીદી માટે શ્રેષ્ઠ ડોક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે અને તેઓ તેમની સારવાર કરી રહ્યા છે. તે સ્વસ્થ થઈ રહ્યા હોવા છતાં પરિવારને તેમને મળવાની મંજૂરી આપી શકાતી નથી. તે કોરોનાની સાથે ન્યુમોનિયાથી પણ પીડિત છે. તેથી, હવે તેમને 10-12 દિવસ માટે ICUમાં ડૉક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે.

લતા મંગેશકરે નેશનલ ફિલ્મ એવોર્ડ, BFJA એવોર્ડ, શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર માટેનો ફિલ્મફેર એવોર્ડ, ફિલ્મફેર સ્પેશિયલ એવોર્ડ, ફિલ્મફેર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ જીત્યો છે. આ સિવાય તેમને પદ્મ ભૂષણ (1969), દાદાસાહેબ ફાળકે એવોર્ડ (1989), મહારાષ્ટ્ર ભૂષણ (1997), પદ્મ વિભૂષણ (1999), ભારત રત્ન (2001), લિજન ઑફ ઓનર (2007) થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે 22 નવેમ્બર 1999થી 21 નવેમ્બર, 2005 સુધી સંસદ, રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

Shah Jina