BREAKING : લત્તા મંગેશકરને લઈને આવી ગયા સૌથી મોટા સમાચાર…

પ્રખ્યાત ગાયિકા અને ભારત રત્ન લતા મંગેશકર કોરોનાથી સંક્રમિત થયા બાદ મુંબઈની કેન્ડી બ્રીચ હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેઓ છેલ્લા 27 દિવસથી સારવાર હેઠળ છે. ચાહકો તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડી છે. કેન્ડી બ્રીચ હોસ્પિટલના ડૉ. પ્રતુત સમદાનીએ લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈને એક નવું અપડેટ આપ્યું છે. તેમણે કહ્યું કે લતાજીની તબિયત ફરી બગડી છે અને આ સમયે તેઓ વેન્ટિલેટર પર છે. આવી સ્થિતિમાં તેમની તબિયતને લઈને ચાહકોની ચિંતા વધી ગઈ છે.

લતા મંગેશકરને ગયા મહિને જ કોવિડ-19નો ચેપ લાગ્યો હતો ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેને ન્યુમોનિયા પણ થયો હતો. લતા મંગેશકરની ગંભીર હાલતને જોતા તેમને ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે એવા અહેવાલ હતા કે તેમની તબિયતમાં સુધારો થતાં તેમને વેન્ટિલેટર પરથી ઉતારી દેવામાં આવ્યા હતા. હવે એવા સમાચાર છે કે તેમને ફરી એકવાર વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. લતા મંગેશકરની તબિયત પર ડૉક્ટરો સતત નજર રાખી રહ્યા છે.

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ લતા મંગેશકરની તબિયત વિશે વાત કરી હતી. હાલમાં જ લતા મંગેશકરના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા રાજેશે જણાવ્યું હતું કે તેમની તબિયત હવે સ્થિર છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ સિવાય તેમને ન્યુમોનિયાના કોઈ લક્ષણો પણ નથી.તાજેતરમાં લતા મંગેશકરના ટ્વિટર એકાઉન્ટ પર તેમના પરિવાર વતી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે, લતા દીદી બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં દાખલ છે. તેમની સારવાર ચાલુ છે.

આ પોસ્ટમાં આગળ લખવામાં આવ્યુ હતુ કે, આજે સવારે તેને વેન્ટિલેટર પરથી હટાવીને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનામાં સુધારો જોવા મળે છે. પરંતુ તે હજુ પણ ડૉ. પ્રતિમા સમદાની અને તેમની ટીમની દેખરેખ હેઠળ રહેશે. અમે તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે તમારા બધાનો આભાર માનીએ છીએ.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1942માં લતા મંગેશકરે 13 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાત દાયકાથી પણ વધુની કારકિર્દીમાં, તેમણે બહુવિધ ભાષાઓમાં 30,000થી વધુ ગીતો ગાયા છે. તેમને ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

Shah Jina