મનોરંજન

લતા મંગેશકરે રાનુ મંડલ પર આપેલું નિવેદન રાનુના ચાહકોને ન આવ્યું પસંદ, લોકો એ કહ્યું ઉમ્મીદ ન હતી- જાણો બધી જ વિગતો

રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને જે મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવતી રાનુ મંડલનો વિડીયો વાયરલ થતા જ તે રાતોરાત સ્ટાર બની ચુકી છે અને આજે તેને બોલિવૂડની ફિલ્મો માટે ગીતો ગાવાની ઓફર પણ મળી છે. ત્યારે લતા મંગેશકરનું ગીત ગાઈને પ્રસિદ્ધ થયેલી રાનુ મંડલ પર લતા મંગેશકરે પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જો કે લતા મંગેશકરે રાનુની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી, પરંતુ તેમને એમ પણ કહ્યું હતું કે નકલ કરવાથી સફળતા વધુ ટકતી નથી. જો કે આ વાત એમને રાનુ માટે જ નહિ પણ બધા જ સિંગર્સ માટે કહી હતી. પરંતુ તેમના આ નિવેદનને કારણે સોશિયલ મીડિયા પર ઘણા લોકો નિરાશ થયા છે.

જેને કારણે લોકો લતા મંગેશકરનો વિરોધ કરી રહયા છે અને ટ્વીટર પર પોતાનો વિરોધ વ્યક્ત કરી રહયા છે. એક યુઝરે લખ્યું, ‘હું લતાજીનું ખૂબ જ મોટી ચાહક છું, પરંતુ તેમની આ પ્રતિક્રિયાએ એ વ્યક્ત કરી દીધું છે કે મોટા લોકો નાના લોકો સાથે કેવો વ્યવહાર કરે છે.’

જયારે બીજા યુઝરે લતા મંગેશકરના નિવેદન પર પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું, ‘એક ગરીબ મહિલા પોતાનું જીવન ગુજારવા માટે રેલવે સ્ટેશન પર ગીતો ગાય છે. રાનુ મંડલના અવાજે બધાનું ધ્યાન ખેંચ્યું અને તે સુપરસ્ટાર બની ગઈ. લતાજી થોડા વધુ દયાળુ થઇ શકતા હતા, તેમનું પ્રોત્સાહન તેની મદદ કરી શકતું હતું. નકલ પર તેમનું વ્યાખ્યાન ટાળવા યોગ્ય છે.’

એક અન્ય યુઝરે લખ્યું, ‘એ ગરીબ મહિલા માટે કોઈ જ પ્રોત્સાહન નથી કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે ગીતો ગાતી હતી. લતાજી પાસેથી આ ઉંમરમાં આ આશા ન હતી.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks