આ રાજ પરિવારમાં લતાજીના લગ્ન થતા થતા રહી ગયા…

સ્વર કોકિલા ભારતરત્ન દિગ્ગજ લતા મંગેશકરનો પાર્થિવ દેહ આજથી હંમેશા માટે પંચ મહાભૂતમાં વિલીન થઈ ચૂક્યો છે. મુંબઈના શિવાજી પાર્ક મેદાન ખાતે તેમના પાર્થિવ દેહના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

તેમની અંત્યેષ્ઠિમાં PM નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, બૉલીવુડ એકત્ર શાહરુખ ખાન, ક્રિકેટર સચિન તેંડુલકર, શંકર મહાદેવન, જાવેદ અખ્તર, રણબીર કપૂર સહિતની હસ્તીઓ હાજર રહી હતી.


મીડિયા રિપોર્ટ અનુસાર લતા દીદીએ ફક્ત 13 વર્ષની ઉંમરમાં ડેબ્યુ કર્યું હતું. તેમની પહેલી કમાણી 25 રૂપિયા હતી. તેમની લાઈફ સ્ટાઈલ ખુબ જ સાદી હતી પણ તેમની પાસે કારોનું બેસ્ટ કલેક્શન હતું. રિપોર્ટસ પ્રમાણે લતા દીદી પાસે લગભગ 370 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ હતી.

તેમની મોટા ભાગની કમાણી તેમના ગીતોની રોયલ્ટીથી થઈ હતી. આ સિવાય તેમણે ઘણું સારુ ઈન્વેસ્ટમેન્ટ પણ કર્યું હતું. લતા મંગેશકર પેડર રોડ પર આવેલા પ્રભાકુંજ ભવનમાં રહેતા હતા. લતાદીદી પાસે ગાડીઓનું શાનદાર કલેક્શન હતું કારણ કે, તેમને પોતાની ગેરેજમાં શ્રેષ્ઠ અને સ્ટાઈલિશ કાર રાખવાનો શોખ હતો. મંગેશકરે ઘણા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેઓ કારના ખૂબ જ વધારે શોખીન છે.

લતા દીદીએ જણાવ્યું હતું કે, તેમણે સૌ પ્રથમ એક Chevrolet ખરીદી હતી. તેમણે આ કાર ઈન્દોરથી ખરીદી હતી. તેમણે આ કાર પોતાની માતાના નામથી ખરીદી હતી ત્યાર બાદ તેમના ગેરેજમાં Buick કાર પણ આવી. તેમની પાસે Chrysler કાર પણ હતી. લતા દીદીને યશ ચોપડાએ ગિફ્ટમાં વૈભવી ફેમસ મર્સિડીઝ કાર આપી હતી.

તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, સ્વર્ગીય યશ ચોપરાજી મને તેમની બહેન માનતા હતા અને ખૂબ જ પ્રેમ આપતા હતા. ‘વીરઝારા’ના મ્યુઝિક રિલીઝ વખતે તેમણે મારા હાથમાં મર્સિડીઝની ચાવી મૂકી અને કહ્યું કે તે મને કાર ગિફ્ટ કરી રહ્યા છે. મારી પાસે હજુ પણ તે કાર છે.

ભારત રત્ન અને દિગ્ગજ સિંગર લતાજી ના સદાબહાર ગીતો આજે પણ એટલા જ સાંભળવામાં આવે છે જેટલા પહેલા સાંભળ્યા હતા. બસ એક જ કારણ છે કે તેમનો ખૂબ જ મધુર અવાજ. તેઓ પ્રેક્ટિસ અને સખત મહેનત કરતા હતા. ઘરના વાતાવરણમાં જ સંગીત સર્જાયું હતું. લતાજીના પિતા દીનાનાથજી પ્રખ્યાત સંગીતકાર હતા.

પરિવારની તમામ બહેનો અને ભાઈઓ સંગીતના પાઠ લેતા. બધા જ જાણે છે કે, લતા મંગેશકર પ્રતિભાશાળી ગાયિકા આશા ભોંસલેના બહેન છે. આશાજી સિવાય લતાજીને બે વધુ બહેનો છે, જેમના નામ ઉષા મંગેશકર અને મીના મંગેશકર છે. તે પણ એક ગાયિકા છે જે આશા અને લતા જેટલી પ્રખ્યાત નથી, પરંતુ તેમણે ઘણા ભારતીય ગીતો ગાયા છે. લતાજીને એક ભાઈ છે, જેમનું નામ હૃદયનાથ મંગેશકર છે. તેઓ સંગીતની દુનિયા સાથે પણ જોડાયેલા છે.

લતાજી દિવસભર પ્રેક્ટિસ કરતા હતા જેથી તે પોતાની ગાયકીને વધુ સારી બનાવી શકે. જ્યારે લતાજીએ ગાવાનું ચાલુ કર્યું ત્યારે આજના જેવી ટેક્નોલોજી ન હતી પછી સોન્ગમાં ઈફેક્ટ બનાવવા માટે અલગ અલગ રેકોર્ડીંગ કરવામાં આવ્યા. લતાનું પ્રખ્યાત ગીત ‘આયેગા આને વાલા’ સાંભળીને એવું લાગે છે કે, કોઈક ટેકનિકની મદદથી વધઘટ સર્જાઈ છે, પરંતુ જ્યારે આ ગીત રેકોર્ડ કરવામાં આવ્યું ત્યારે સાઉન્ડ રેકોર્ડિંગ અને મિક્સિંગની ટેક્નોલોજી વિકસાવવામાં આવી ન હતી.

હવે વાત કરીએ લતાજીના પ્રેમની…લતાજી અને રાજ સિંહ ડૂંગરપુરની મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તેનો અંદાજો તેમને પણ હતો નહીં. રાજ લતાના ગીતો પાછળ પાગલ હતાં. તેઓ હંમેશાં પોતાના ખિસ્સામાં ટેપ રેકોર્ડર રાખતાં અને તેના ગીતો સાંભળતાં હતાં. લતાજીને પણ ક્રિકેટનો શોખ હતો. તેઓ ઘણીવાર રાજને ક્રિકેટ રમતાં જોઈ ગ્રાઉન્ડ પર પહોંચી જતાં હતાં. બંને ઘણી વાર મળતાં હતાં.

રાજ 1959માં લૉનું ભણવા માટે મુંબઈ ગયાં હતાં. ત્યાં તેઓને ક્રિકેટ રમવાના પણ શોખિન હતાં. પછી 1955થી રાજસ્થાન રણજી ટીમના સભ્ય હતાં. મુંબઈના ક્રિકેટ મેદાનમાં લતાના ભાઈ હ્રદયનાથ જોડે મુલાકાત થઈ. તેમના ભાઈ રાજને પોતાની સાથે ઘરે લઈને આવતાં હતાં. રાજ સિંહને પહેલી જ મુલાકાતમાં લતા સાથે પ્રેમ થઈ ગયો હતો. પછી ધીમે-ધીમે વાત શરૂ થઈ. લતા રિકોર્ટિંગમાં વ્યસ્ત રહેતાં હતાં. વ્યસ્ત શિડ્યુઅલને કારણે વધારે મળવાનું થતું નહીં. જોકે, રાજ તેમના ગીતો સાંભળીને તેમની ખામી પૂરી કરી લેતાં હતાં. ખાલી સમય મળતાં જ બંને મળતાં હતાં.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લતાજી અને રાજ બંને એકબીજાને ખૂબ પસંદ કરતા હતા. બંને આગળ જતા મેરેજ પણ કરવા ઇચ્છતા હતા. રાજે એકવાર તેમના પેરેન્ટ્સને કહ્યું હતું કે, કોઈ સામાન્ય છોકરી તમારા રાજવી પરિવારની વહુ નહીં બને. બધાને ખબર જ છે કે લતાજીમાં અનેક ગુણો હતા, પરંતુ તે એક સામાન્ય પરિવારમાંથી હતી. રાજ પરિવાર સામે હારી ગયા. લગ્ન ન થયા પછી પણ બંનેએ એકબીજાનો સાથ આપ્યો. અનેક ચેરિટીમાં સાથે કામ કર્યું. જો કે, બંનેનો પ્રેમ માત્ર એક યાદ બનીને રહી ગયો છે.

રાજ સિંહનો જન્મ 19 ડિસેમ્બર 1935ના રોજ રાજસ્થાનના ડૂંગરપુરમાં એક રાજવી પરિવારમાં થયો હતો. તેઓ ડૂંગરપુરના મહારાજા લક્ષ્મણ સિંહના નાના પુત્ર હતાં. રાજ સિંહે 1955 થી 1971 સુધી 86 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તેઓ 16 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા અને લગભગ 20 વર્ષ સુધી BCCI સાથે સંકળાયેલાં હતાં. 12 સપ્ટેમ્બર 2009ના રોજ તેમનું અવસાન થયું.

આ પછી રાજ સિંહ 20 વર્ષ સુધી ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા (BCCI) સાથે પણ જોડાયેલા રહ્યા હતા. તેઓ બે ટર્મ માટે રાષ્ટ્રીય ટીમના પસંદગીકાર પણ હતા અને ચાર વખત ભારતીય ટીમના વિદેશ પ્રવાસનું સંચાલન કર્યું હતું. વિકિપીડિયા અનુસાર તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય પણ રહી ચૂક્યા છે.

YC