LIVE : લતાજીનો પાર્થિવ દેહ નિવાસસ્થાને પહોંચ્યો, સદીના મહાનાયનક અમિતાભ બચ્ચન સહિતની મોટી હસ્તીઓએ અંતિમ દર્શન કર્યા

92 વર્ષની ઉંમરે આજે કોકિલ કંઠી લત્તાજીનું આજે અવસાન થયું છે. જેમાં તેમને કોરોના અને ન્યુમોનિયા થતા તેમણે છેલ્લા 29 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. જો કે ગત રોજ તબિયત વધુ લથડતા આજે તેમનું નિધન થયું છે.

દેશના શાન સમાન અને સંગીત જગત દિગ્ગજ, ભારત રત્ન લતા મંગેશકરનું આજે 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન થયું છે. તેમના દીદી ઉષા મંગેશકરે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી. ગયા મહિને 92 વર્ષીય લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા.

લતાજીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ ત્યાં પહોચ્યા છે. ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેતા અનુપમ ખેર લતા મંગેશકરના પેડર રોડ સ્થિત આવાસ ‘પ્રભુકુંજ’ પહોંચ્યા. ભારત રત્ન અને દિગ્ગજ સિંગર લતાજી ના સદાબહાર ગીતો આજે પણ એટલા જ સાંભળવામાં આવે છે જેટલા પહેલા સાંભળ્યા હતા. બસ એક જ કારણ છે કે તેમનો ખૂબ જ મધુર અવાજ. તેઓ પ્રેક્ટિસ અને સખત મહેનત કરતા હતા. ઘરના વાતાવરણમાં જ સંગીત સર્જાયું હતું. લતાજીના પિતા દીનાનાથજી પ્રખ્યાત સંગીતકાર હતા.

લતા મંગેશકરના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અમિતાભ બચ્ચન સહિતની સેલિબ્રિટિઓ પહોંચી રહી છે. અને લતાજીને અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. PM મોદી આજે લગભગ 5:45-6:00 વાગ્યે અંતિમ સંસ્કાર માટે મેદાન પર પહોંચશે, ત્યારબાદ લતા મંગેશકર જીના અંતિમ સંસ્કાર લગભગ 6:15-6:30 વાગ્યે કરવામાં આવશે.

દિગ્ગજ સંગીતકાર AR રહેમાને કહ્યું, આ અમારા માટે દુઃખદ દિવસ છે. લતાજી માત્ર એક પ્રતિમા નથી, પરંતુ તેઓ ભારતના સંગીત અને કવિતાનો એક ભાગ છે, આ ખાલીપણું કાયમ રહેશે. સવારે ઉઠ્યા પછી હું લતા દીદીના ચહેરાની તસવીર જોતો અને પ્રેરણા મેળવતો. હું ભાગ્યશાળી છું કે મને તેમની સાથે કેટલાક ગીતો રેકોર્ડ કરવાનો અને તેમની સાથે ગાવાનો મોકો મળ્યો.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

YC