ફિલ્મી દુનિયા

હવે લતા મંગેશકરે પણ સરકારના આ નિર્ણયનો કર્યો વિરોધ, બોલ્યા- ખુબ જ દુઃખની વાત- જાણો બધી જ વિગતો

હાલમાં જ સરકારનો એક ચોંકાવનારો નિર્ણય આવ્યો છે. આ નિર્ણયથી લાખો લોકો ખુશ નથી. સરકારનો આ નિર્ણયમાં એ છે કે મેટ્રો યાર્ડ માટે સરકાર આરેના 2700 વૃક્ષો કાપવાના છે. આ નિર્ણયથી લોકો ખુશ નથી કેમ કે મુંબઈમાં વધતા જતા પ્રદુષણને જોઈને આટલા બધા વૃક્ષો કાપવા એ હાનિકારક છે.

Image Source

આ નિર્ણય પર ફેમસ સિંગર લતા મંગેશકરે પણ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. તેમને પોતાના ટ્વીટર પર હેશટેગ સેવા અને ફોરેસ્ટની સાથે ટ્વીટ કરીને સરકારને એકવાર પોતાના આ નિર્ણય પર ફરી વિચાર કરવાની વાત કહી છે.

Image Source

તેમને ટ્વીટમાં લખ્યું હતું કે, “મેટ્રો શેડ માટે 2700 વૃક્ષોની હત્યા કરવી, આરેના જીવ સૃષ્ટિ અને સૌંદર્યને નુકશાન પહોંચાડવું એ બહુ દુઃખની વાત છે. હું આ નિર્ણયનો વિરોધ કરું છું. સરકારને આગ્રહ કરું છે કે તે પોતાના આ નિર્ણય પર ફરી એકવાર વિચાર કરે અને આરેના જંગલને બચાવે.”

આનાથી પહેલા પણ બોલિવૂડની કેટલીક હસ્તીઓએ આરેના જંગલને બચાવવા એક પહેલ અંતર્ગત એક પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં લોકોએ સરકારનું ધ્યાન ખેંચવા માટે માનવ શૃંખલા બનાવી હતી અને સરકારને પોતાના આ નિર્ણય પર ફરી વિચાર કરવાની માંગ કરી હતી. લોકોનું કહેવું છે કે તેઓ મેટ્રોના વિરુદ્ધમાં નથી. લતા મંગેશકર સિવાય શ્રદ્ધા કપૂર, દિયા મિર્ઝા, કપિલ શર્મા અને રવીના ટંડન જેવા બીજા કેટલાક સેલિબ્રિટીએ પણ આ નિર્ણય પર પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks