ખબર મનોરંજન

આખરે લતા મંગેશકરે રાનુ મંડલને આપી મહત્વની સલાહ, કહ્યુંઃ સફળ થવુ હોય તો…

લતા મંગેશકરનું ગીત ગાઈને પ્રખ્યાત થઇ ગયેલી રાનુ મંડલ વિશે આજે સૌ કોઈ જાણે છે. આજે તેને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ હિમેશ રેશમિયા સાથે તેમના ફિલ્મ માટે ગીતો રેકોર્ડ કરી ચુક્યા છે. લતા મંગેશકરનું ગીત ગાતો વિડીયો વાયરલ થયા બાદ હવે રાનુ મંડલ રાતોરાત સ્ટાર બની ચુકી છે, ત્યારે હવે લતા મંગેશકરે રાનુને એક સલાહ આપી છે.

એક ન્યુઝ એજન્સીએ લતાજી સાથે રાનુ વિશે વાતચીત કરી, ત્યારે લતાજીએ ખુશી વ્યક્ત કરી પણ પછી ચિંતા પણ વ્યક્ત કરી છે. લતાજીએ કહ્યું – ‘જો મારુ નામ અને કામથી કોઈનું ભલું થતું હોય તો હું પોતાની જાતને નસીબદાર સમજુ છું. પરંતુ મને લાગે છે કે નકલ કરવાથી સફળ થવું સાચું નથી. નકલ કરવાથી તમને લાંબા સમય સુધી સફળતા નથી મળી શકતી. આ વિશ્વસનીય રીત નથી. મારા ગીત કે કિશોર દાના ગીતો, કે મોહમ્મદ રફી સાહેબ કે મુકેશ ભાઈ કે પછી આશા ભોંસલેના ગીતો ગાઈને તમે થોડા સમય માટે પ્રસિદ્ધ થઇ શકો છો. પરંતુ વધુ સમય માટે આ તમારી સાથે નહિ.’

લતાજીએ ટીવી પર સિંગિંગ રિયાલિટી શોમાં આવનારા પ્રતિયોગીઓ માટે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે – ‘ઘણા બાળકો મારા ગીતો ખૂબ જ સુંદરતાથી ગાય છે, પરંતુ પહેલી સફળતા મળ્યા બાદ કેટલા બાળકોને તમે યાદ રાખો છો? હું માત્ર સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલને જ ઓળખું છું. મારી સલાહ છે કે તમે ઓરીજનલ રહો. હું માત્ર એ જ કહેવા માંગુ છું કે તમે મારા અને બીજા સિંગર્સના ગીતો ગાઓ પરંતુ એક સમય પછી તમે પોતાના ગીતો પણ ગાઓ.’

આ પછી લતાજીએ પોતાની બહેન આશા ભોંસલેનું ઉદાહરણ આપતા કહ્યું – ‘જો આશા ભોંસલે પોતાની ખુદની સ્ટાઈલમાં ગાવાની જીદ ન કરતે તો એ મારો પડછાયો બનીને રહી જાત. એ આ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે કઈ રીતે કોઈ પણ વ્યક્તિનું ટેલેન્ટ તેને આગળ લઇ જઈ શકે છે.’

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks