ખબર

નિર્ભયા કેસ: ફાંસીની સજાના બે કલાક, તિહાડમાં સવારે 4થી 6 વચ્ચે શું થયું

નિર્ભયા સામુહિક બળાત્કાર અને હત્યાના દોષિતોને તિહાડ જેલમાં શુક્રવારે સવારે 5.30 વાગે ફાંસીના માંચડે લટકાવવામાં આવ્યા. આખરે સાત વર્ષો યાદ પણ નિર્ભયાને ન્યાય મળ્યો હતો. નિર્ભયાના ચારેય દોષિતો પાસેથી જેલમાં સવારે 4થી 6 વાગ્યાની વચ્ચે શું-શું કરાવવામાં આવ્યું –

ચારેય દોષીતોએ બેચેનીમાં આખી રાત કાઢી. દોષિતો ઊંઘી ન શક્યા. સવારે તેમને 3.15ના ટકોરે ઉઠાડવામાં આવ્યા હતા. તેમને નાસ્તા માટે પૂછવામાં આવ્યું, પણ તેમને ના પાડી દીધી. ફાંસી આપનાર જલ્લાદ પવન તિહાડ જેલમાં પહેલેથી જ હાજર હતો.

Image Source

સવારે 4 વાગે તિહાડ જેલના ડીજી જેલ પહોંચ્યા હતા, અને જલ્લાદ પવન જેલ નંબર ત્રણના ફાંસીઘર પહોંચ્યો. એ પછી ઉપઅધિક્ષક જેલના રૂમમાંથી ફાંસીના દોરડાનું બૉક્સ લાવ્યા હતા.

4 વાગે ફાંસીની તૈયારી શરુ થઇ ગઈ હતી. ચારેય દોષિતોને નહાવાનું અને પ્રાર્થના કરવાનું કહેવામાં આવ્યું પણ તેઓએ ઇન્કાર કરી દીધો.

જલ્લાદ પવને ફાંસી માટે 8 દોરડા લટકાવ્યા. પછી પશ્ચિમ દિલ્હીના જિલ્લા મેજિસ્ટ્રેટ જેલ પહોંચ્યા અને ચારેયને તેમની અંતિમ ઇચ્છા પુછી.

Image Source

જેલના ડોકટરોએ તેમના સ્વાસ્થ્યની તપાસ કરી, અને તેઓ સ્વસ્થ હતા.

આ પછી ચારેયને માથા પર કાળું કપડું પહેરાવવામાં આવ્યું, અને બરાબર 5.30 વાગે ચારેયની ફાંસી માટેનું લીવર ખેંચી દેવામાં આવ્યું. 6 વાગે ડોકટરે આ ચારેયને મૃત જાહેર કર્યા અને પછી તેમના મૃતદેહને દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને અહીં પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહની તેમના પરિવારને સોંપી દેવામાં આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.