4 ડિસેમ્બરે જોવા મળશે વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ, આ રાશિના લોકો રહે સાવધાન

સદીનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ (ચંદ્રગ્રહણ) 19 નવેમ્બર 2021ના રોજ થયું હતું, ચંદ્રગ્રહણના બરાબર 15 દિવસ પછી, આ વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. હિંદુ જ્યોતિષીય ગણતરી અનુસાર, બીજું સૂર્યગ્રહણ માર્ગશીર્ષ મહિનાની અમાવાસ્યાના દિવસે થશે. 2021નું છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર 2021 શનિવારના રોજ થઈ રહ્યું છે.

હિંદુ પરંપરાઓ અનુસાર ગ્રહણને અશુભ અવસર ગણવામાં આવે છે. આ કારણે દેવી-દેવતાઓની પૂજા જેવું કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. તો ચાલો વર્ષનાં છેલ્લા સૂર્યગ્રહણની તારીખ, સમય અને સૂર્યગ્રહણની અસર પર એક નજર કરીએ.

સૂર્યગ્રહણ 2021નો સમય : વર્ષનું બીજું એટલે કે છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બર 2021ના રોજ થવાનું છે. હિંદુ કેલેન્ડર મુજબ, આ દિવસ માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાનો દિવસ છે. સૂર્યગ્રહણનો સમય સવારે 10:59 થી શરૂ થશે અને બપોરે 3:07 સુધી ચાલુ રહેશે.

સૂર્યગ્રહણ ક્યાં દેખાશે : આ સૂર્યગ્રહણ એન્ટાર્કટિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકામાં જોવા મળશે. નોંધનીય છે કે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. સૂર્યગ્રહણ સામાન્ય રીતે ચંદ્રગ્રહણના લગભગ બે અઠવાડિયા પહેલા અથવા પછી થાય છે. સૂર્યગ્રહણ દરમિયાન, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે અને તેનો પડછાયો પૃથ્વી પર પડે છે. 4 ડિસેમ્બરે થનારું સૂર્યગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. સંપૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય સંપૂર્ણપણે ચંદ્રથી ઢંકાઈ જાય છે.

કઈ રાશિઓ પર અસર પડશે : આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ વૃશ્ચિક અને અનુરાધા, જ્યેષ્ઠ નક્ષત્ર પર વધુ રહેશે. તમારી વાણી પર સંયમ રાખો. લોન આપવાની અને લેવાની પરિસ્થિતિ ટાળો.

YC