સૂર્ય ગ્રહણ 2024: સર્વપિતૃ અમાસ પર વર્ષના છેલ્લા સૂર્યગ્રહણમાં શરુ થશે આ રાશિઓના સારા દિવસો, રાજા જેવી જિંદગી જીવશે

વર્ષ 2024નું છેલ્લું સૂર્યગ્રહણ 2 ઓક્ટોબરના રોજ થઈ રહ્યું છે. આ ગ્રહણનો પ્રારંભ રાત્રે 9 વાગીને 4 મિનિટે થશે અને તે મધરાતે 3 વાગીને 7 મિનિટે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો લગભગ 6 કલાક અને 3 મિનિટનો રહેશે. આ ગ્રહણ સર્વપિતૃ અમાસના દિવસે યોજાઈ રહ્યું છે. વૈદિક પંચાંગ મુજબ, નિયમિત સમયાંતરે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થતાં રહે છે, જેની અસર માનવ જીવન તેમજ સમગ્ર વિશ્વ પર પ્રત્યક્ષ રીતે પડે છે.

આ વર્ષનું સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાસના દિવસે આવી રહ્યું છે. આ ગ્રહણ ત્રણ રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે અને તેમની કારકિર્દી તથા વ્યવસાયમાં પ્રગતિ લાવી શકે છે. આવો જાણીએ કે આ રાશિઓ કઈ છે.

ભારતમાં નહીં દેખાય વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ
વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ ભારતમાં દૃશ્યમાન નહીં થાય. આ ગ્રહણ દક્ષિણ અમેરિકાના ઉત્તરીય ભાગો, આર્ક્ટિક, આર્જેન્ટિના, બ્રાઝિલ, પેરુ, ફીજી, ચિલી, હોનોલુલુ, બ્યુનોસ આયર્સ, એન્ટાર્કટિકા તેમજ દક્ષિણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરના કેટલાક વિસ્તારોમાંથી જોઈ શકાશે.

સૂર્યગ્રહણને કારણે મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે. વધુમાં, આ રાશિઓના જાતકોને સમયાંતરે અનપેક્ષિત આર્થિક લાભ મળી શકે છે. આ વ્યક્તિઓ માટે કારકિર્દી અને વ્યવસાયમાં આગળ વધવાની તકો રહેલી છે. તેઓ દેશ-વિદેશના પ્રવાસનો આનંદ માણી શકે છે. નોકરી કરતા લોકોને નવી નોકરીની તક મળી શકે છે અથવા તેના માટેની વાતચીત શરૂ થઈ શકે છે.

વ્યવસાય કરતા લોકોને આ સમયગાળા દરમિયાન ઉત્તમ કમાણીની તકો પ્રાપ્ત થશે, જે તેમની આવકમાં વધારો કરશે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. આપને આવક વધારવાના નવા માર્ગો મળશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ તમારી ઇચ્છાઓ પણ પરિપૂર્ણ થશે. તમે નાણાં બચાવવામાં સફળ થશો.

આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે.

Dhruvi Pandya