ભાવનગરની ત્રણેય દીકરીઓના અંતિમ સંસ્કાર થયા, પરિવારના હૈયાફાટ રુદન વચ્ચે માહોલ ગમગીન બન્યો, નજારો જોઈને તમારી આંખો પણ આંસુઓથી ભીંજાશે

18 ઓક્ટોબરના રોજ કેદારનાથમાં એક દુઃખદ દુર્ઘટના ઘટી હતી. હેલિકોપ્ટર ક્રેશ થતા જ પાયલોટ સમેત 7 લોકોના મોત નિપજ્યા, જેમાં ભાવનગરની પણ ત્રણ દીકરીઓ હતી. જેમના પણ આ ગોઝારા અકસ્માતમાં મોત નિપજ્યા હતા, દીકરીઓના મોત  બાદ પરિવાર માથે પણ દુઃખો પડ્યું હતું અને પરિવારજનો તાત્કાલિક દીકરીઓના મૃતદેહ લેવા માટે જવા માટે પણ રવાના થયા હતા. પરિવારે તેમના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ દુર્ઘટનામાં મોતને ભેટનારી બે પિતરાઈ બહેનો ઉર્વી અને કૃતિના પરિવારજનો ટ્રાવેલ મારફતે ઉત્તરાખંડ પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા હેલિકોપ્ટરની મદદથી બંને દીકરીઓના પાર્થિવ દેહને હરિદ્વાર લાવીને પરિવારને સોંપવામાં આવ્યા હતા. જેના બાદ પરિવારે હિન્દૂ વિધિ વિધાન અનુસાર આ બંને દીકરીઓની અંતિમ વિધિ હરિદ્વારમાં કરી. આ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું હતું.

આ અકસ્માતમાં મોતને ભેટનારી ત્રીજી દીકરી પૂર્વા રામાનુજના અંતિમ સંસ્કાર તેના ગામ સિહોર ખાતે કરવામાં આવ્યા હતા. જેના કારણે આખા ગામની અંદર શોકનો માહોલ ફરી વળ્યો હતો. આખું સિહોર ગામ પૂર્વાની અંતિમ યાત્રામાં હીબકે ચઢ્યું હતું. આ નજારો જોઈને ત્યાં ઉભેલા સૌ કોઈની આંખોમાં આંસુઓ ફરી વળ્યાં હતા.

તમને જણાવી દઈએ કે 18 ઓક્ટોબરના રોજ સવારે લગભગ 11.34 વાગ્યે આર્યન કંપનીનું હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્તકાશી (મસ્તા) માટે છ મુસાફરો સાથે ટેકઓફ થયું હતું પરંતુ ગરુડચટ્ટી દેવદર્શિનીમાં ગાઢ ધુમ્મસ વચ્ચે હેલિકોપ્ટરના પાયલટને સાચી દિશા દેખાઈ ન હતી અને સવારે 11.36 વાગ્યે હેલિકોપ્ટર અચાનક ટેકરી સાથે ટકરાઈ ગયું હતું અને તૂટીને જમીન પર પડ્યું. જેમાં 7 લોકો મોતને ભેટ્યા.

Niraj Patel