ઢોલીવુડ

ગુજરાતના રજનીકાંત સ્વ. નરેશ કનોડિયા થયા પંચમહાભૂતમાં વિલીન, વાતાવરણ બન્યું ગમગીન- જુઓ તસ્વીર એક ક્લિકે

આજનો દિવસે ગુજરાત કયારે પણ ના ભૂલી શકે તેવી ઘટના ઘટી ચુકી છે. આજના દિવસે વધુ એક સિતારો આથમી ગયો છે. ઢોલીવુડ એક્ટર નરેશ કનોડિયાએ આજે સવારે 9 વાગ્યે યુ.એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

નરેશ ક્નોડીયાના પાર્થિવદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ પડી છે. 2 દિવસના ટૂંકા ગાળામાં મહેશ-નરેશની જોડીએ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે.

સ્વ નરેશ કનોડિયા કોરોનાગ્રસ્ત હોય કોરોનાની ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સદગતના પાર્થિવ દેહને યુએન મહેતા હોસ્પિટલમાંથી ગાંધીનગર સેક્ટર 30 સ્મશાનગૃહમાં લઈ જવાયા હતા.

સ્મશાનગૃહમાં નરેશ કનોડિયાના ફેન્સ ચોધાર આંસુએ રડી રહ્યા છે. સાથે જ લોકોએ તેમના પાર્થિવદેહ પર પુષ્પવર્ષા પણ કરી હતી. શબવાહીનીનો દરવાજો ખૂલતાં જ મહિલાઓનું હૈયાફાટ રુદન શરૂ થતા વાતાવરણ ગમગીન બન્યું હતું. સદગતને અંતિમ વિદાઈ આપવા ફિલ્મી જગતના સિતારાઓ પહોંચી ગયા હતા.

પિતાના નિધનની ખબર સાંભળતા જ ઈડરના સાંસદ અને એક્ટર હિતુ કનોડિયા ચોધાર આંસુએ રડી પડયા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું.

મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના…ઓમ શાંતિ !!