ખબર

ગુજરાતમાં ચા-ગલ્લા, પાન અને બીડી મુદ્દે પોલીસવડા શિવાનંદ ઝાએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન, જાણો ક્યારે ખુલશે?

રાજ્યમાં લોકડાઉન ચાલુ હોય જીવનજરૃરિયાતની વસ્તુ સિવાય કોઈ પણ વસ્તુ મળતી નથી. લોકડાઉનને કારણે પાન-મસાલાના ગલ્લાં, ટી-સ્ટોલ, નાસ્તા સ્ટોલ, હેર કટિંગ સલૂન જેવી દુકાનો ખોલવા પર પ્રતિબંધ છે.

Image Source

પરંતુ હાલમાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, દુકાનો ખૂલશે તો દુકાનદાર તથા ત્યાં એકત્ર લોકો ઉપર કાર્યવાહી થશે. એમણે લોકોને એવી પણ અપીલ કરી હતી કે, લોકડાઉનમાં લોકો ખરીદી કરવા નીકળે ત્યારે બે-ચાર દિવસની સાથે ખરીદી કરે. લોકોએ વારંવાર ઘરની બહાર નીકળવાનું ટાળે અને બહાર નીકળે ત્યારે માસ્ક અવશ્ય પહેરે.

Image source

લોકડાઉનનો આ છેલ્લો તબક્કો નિર્ણાયક સાબિત થશે અને એમાં સંક્રમણ ના વધે એટલે સંવેદનશીલ વિસ્તારો અમે એની આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા વધુ સર્વેલન્સ થઈ રહ્યું છે,
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતા અમુક વિસ્તારોમાં આવનજાવન ઉપર પ્રતિબંધ તો કેટલાક બ્રિજ પણ બંધ કરાયા છે, તેમાં લોકો સહકાર આપે એમ પણ ડીજીપીએ જણાવ્યું હતું.

Image Source

દેશભરમાં 3જી મેથી લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થાય છે. કોરોનાગ્રસ્ત જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચ્યા છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન બાદ ઝોન આધારે જિલ્લાઓમાં છૂટછાટ અને કડક અમલ કરાવી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી એડ્વાઇઝરી પ્રમાણે ગુજરાતના 9 જિલ્લા રેડ ઝોનમાં, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં અને 5 જિલ્લા ગ્રીન ઝોનમાં આવે છે.

બીજા લોકડાઉન વખતે દેશના અલગ અલગ ક્ષેત્રોને ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનનો સમાવેશ થતો હતો, હવે આ બીજું લોકડાઉન જયારે પૂર્ણ થવાના આરે આવ્યું છે ત્યારે તેમાં ઘણા બધા પરિવર્તનો થયેલા જોઈ શકાય છે.

દેશમાં 319 જિલ્લાઓનો સમાવેશ ગ્રીન ઝોનમાં થાય છે જયારે 130 જિલ્લાઓ હજુ રેડ ઝોનમાં છે, આપણા ગુજરાતના પણ ઘણા જિલ્લાઓ હજુ રેડ ઝોનમાં છે, કેટલાક જિલ્લાઓ તો પહેલા ગ્રીન ઝોનમાં હતા પરંતુ આ બીજા લોકડાઉન દરમિયાન જ  રેડ ઝોનમાં આવી ગયા છે.

ગ્રીન ઝોન ધરાવતા જિલ્લાઓ:

 • મોરબી
 • અમરેલી
 • પોરબંદર
 • જૂનાગઢ
 • દેવભૂમી દ્વારકા

ઓરેન્જ ઝોનમાં આવેલા જિલ્લાઓ:

 • મહેસાણા
 • પાટણ
 • ખેડા
 • વલસાડ
 • દાહોદ
 • કચ્છ
 • નવસારી
 • ગીર-સોમનાથ
 • ડાંગ
 • સાબરકાંઠા
 • તાપી
 • જામનગર
 • સુરેન્દ્રનગર
 • રાજકોટ
 • ભરૂચ
 • બોટાદ
 • નર્મદા
 • છોટાઉદેપુર
 • મહિસાગર

રેડ ઝોનમાં આવેલા જિલ્લાઓ:

 • અમદાવાદ
 • સુરત
 • વડોદરા
 • આણંદ
 • બનાસકાંઠા
 • પંચમહાલ
 • ભાવનગર
 • ગાંધીનગર
 • અરવલ્લી

વડાપ્રધાને થોડા દિવસ અગાઉ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિઓ-કોન્ફરન્સ કરી હતી. બાદમાં કેન્દ્રની કોરોના ટીમ અને આરોગ્ય ટીમ દ્વારા રાજ્યોના આરોગ્ય સચિવ અને આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યોની પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો હતો. એ પછી આ એડ્વાઇઝરી બહાર પાડવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.