શ્રદ્ધાની છેલ્લી ટ્રિપ : હત્યા પહેલા આફતાબ-શ્રદ્ધા ગયા હતા આ સ્પેશિયલ જગ્યાએ, ઇન્સ્ટાગ્રામ રીલ પર લખી પૂરી કહાની

દિલ્હીમાં 5-6 મહિના પહેલા લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની નિર્દયતાથી હત્યા કરનાર આફતાબની પોલીસે ધરપકડ કરી છે. આ બધા વચ્ચે હવે શ્રદ્ધાની ઇન્સ્ટાગ્રામ રીલ સામે આવી છે, જે તેની હત્યાના થોડા દિવસો પહેલાની છે. આને શ્રદ્ધાની અંતિમ ટ્રિપ કહેવામાં આવી રહી છે. ઈન્સ્ટાગ્રામમાં શ્રદ્ધાએ 4 મેના રોજ આ રીલ મૂકી. આમાં તે ગંગાના કિનારે બેઠેલી જોવા મળી હતી. આ વીડિયો ઉત્તરાખંડના ઋષિકેશનો છે. તેણે ઈન્સ્ટાગ્રામ રીલની સાથે એક કેપ્શન પણ લખ્યું છે,

જે દર્શાવે છે કે શ્રદ્ધાને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો. તેને મુસાફરી કરવી પસંદ હતી. તેના ઇન્સ્ટાગ્રામ રીલમાં શ્રદ્ધાએ લખ્યું, “તેથી મેં એક રીલ બનાવવાનો પ્રયાસ કર્યો… 1500 કિલોમીટરની મુસાફરી કર્યા પછી, મેં મારા દિવસનો અંત સૂર્યાસ્તના નજારા સાથે કરવાનું નક્કી કર્યું. હું ગંગાના કિનારે વશિષ્ઠ ગુફામાં ગઇ. કોણ જાણતું હતું કે હું ગંગાના શાંત કિનારે બેસીને આ સ્થળની સુંદરતાની પ્રશંસા કરવામાં આટલો સમય પસાર કરીશ.

ઉલ્લેખનીય છે કે, આ ટ્રિપ શ્રદ્ધાની અંતિમ ટ્રિપ સાબિત થઇ. જણાવી દઇએ કે, શ્રદ્ધાના પિતાએ 8 નવેમ્બરે દિલ્હી પોલીસમાં કેસ નોંધાવ્યો હતો કે તેમની દીકરીનો ક્યાંય પત્તો નથી મળી રહ્યો. જે બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ સાથે આફતાબને શોધી કાઢ્યો અને તેની શનિવારે ધરપકડ કરવામાં આવી. 18 મે 2022ના રોજ આફતાબે શ્રદ્ધાનું ગળુ દબાવી હત્યા કરી હતી અને પછી તેની લાશના 35 ટુકડા કરી તેને રાખવા માટે એક ફ્રિજ ખરીદ્યુ હતુ.

તેણે શ્રદ્ધાના શરીરના ટુકડા કરી તેને ધોઇ સાફ કરી ફ્રિજમાં મૂક્યા અને તે બાદ તે લગભગ 15-20 દિવસ સુધી રોજ પોલિથિનમાં મૃતદેહના કેટલાક ટુકડા લઇ તેને ઠેકાણે કરવા જતો હતો. તે રાત્રે બે વાગે પ્લાસ્ટિકની કોથળીમાં એક પછી એક લાશના ટુકડા લઈને ફેંકી દેતો. હત્યા બાદ આફતાબે આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કર્યો, જેમાં તે ઘણી હદ સુધી સફળ પણ રહ્યો હતો. જો પરિવારે શ્રદ્ધાની તપાસ ન કરી હોત તો તે પોલીસના હાથે ન લાગ્યો હોત.

 

View this post on Instagram

 

A post shared by Shraddha (@thatshortrebel)

Shah Jina