‘લાસ્ટ ફિલ્મ શો’ના ગુજરાતી બાળ કલાકાર ભાવિન રબારીનો વાગ્યો ડંકો, અમેરિકામાં નામ રોશન કરી દીધું

પાન નલિનની ‘લાસ્ટ ફિલ્મ શો’ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી. આ ફિલ્મે ઘણી સિદ્ધિ હાંસિલ કરી છે અને તેના લિસ્ટમાં વધુ એક સફળતા ઉમેરાઇ ગઇ છે. આ ફિલ્મે 27માં સેટેલાઇટએવોર્ડ્સમાં ઇન્ટરનેશનલ પ્રેસ એકેડેમી (IPA) “બેસ્ટ બ્રેકથ્રુ પર્ફોર્મન્સ” નો એવોર્ડ મેળવ્યો છે. ભાવિન રબારી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવનારાઓમાં સૌથી યુવા છે.

લાસ્ટ ફિલ્મ શો એ 21 વર્ષમાં પ્રથમ એવી ભારતીય ફિલ્મ છે જેને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ઓસ્કાર માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. આ એવોર્ડ જીતવાની સાથે જ ભાવિન રબારી એડવર્ડ નોર્ટન, નિકોલ કિડમેન, ચાર્લિઝ થેરોન, રસેલ ક્રો અને હેલ બેરી જેવા દિગ્ગજ એક્ટર્સ-એક્ટ્રેસની યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ આ એવોર્ડ જીતી ચૂક્યા છે.

આ એવોર્ડ મેળવ્યા બાદ 13 વર્ષીય ભાવિન રબારીએ જણાવ્યું કે તે ખૂબ જ ખુશ છે અને આ ફિલ્મમાં તક આપવા માટે તેણે નલિન સર, સિદ્ધાર્થ સર અને ધીર ભાઈનો આભાર પણ માન્યો હતો. તેણે કહ્યુ હતુ કે, તે આશા રાખે છે કે ભારતને ગૌરવ અપાવી શકીએ અને આવા ઘણા વધુ એવોર્ડ જીતી અને ઓસ્કાર ઘરે લાવી શકીએ.

જણાવી દઇએ કે, 21 વર્ષમાં પહેલી એવી ભારતીય ફિલ્મ લાસ્ટ શો છે જે ઓસ્કરમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં શોર્ટલિસ્ટ થઈ છે. ડિરેક્ટર પાન નલિને પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા બાદ કહ્યુ હતું કે, આ ફિલ્મ અને ભાવિનને જે પ્રેમ મળી રહ્યો છે તે અદ્દભુત છે. આ એવોર્ડ ઘણો જ ખાસ છે કારણ કે ઘણી નાની વયે તેણે જે આકરી મહેનત કરી છે તેનું ઈનામ છે.

95માં એકેડેમી એવોર્ડ્સ માટે શોર્ટલિસ્ટ થવામાં પ્રબળ દાવેદાર એવી લાસ્ટ ફિલ્મ શોને ટ્રિબેકા, બુસાન, મિલ વેલી, 66માં સિમિન્સિ અને અન્ય અન્ય પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ્સ અને એવોર્ડ્સમાં સન્માન મળ્યું છે. આ ફિલ્મને પાન નલિન સિદ્ધાર્થ રોય કપૂર, ધીરજ મોમાયા અને માર્ક ડ્યુઅલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે,

આ ફિલ્મ જાપાન અને ઈટાલીમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અમેરિકામાં સેમ્યુઅલ ગોલ્ડવિન દ્વારા જ્યારે ભારતમાં રોય કપૂર ફિલ્મ દ્વારા રિલીઝ કરવામાં આવી હતી. ભારતમાં આ ફિલ્મ નેટ ફ્લિક્સ પર પણ સ્ટ્રીમિંગ થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina