સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુમાં આવ્યો નવો વળાંક, પ્રેમિકા શહેનાઝ ગિલે કહ્યું કે – તેણે મારા હાથમાં…

સિદ્ધાર્થ શુક્લાની મોતથી સદમામાં શહેનાઝ ગિલ, કહ્યુૃ- તે નથી રહ્યો તો હું કેવી રીતે જીવીશ ? પિતાએ જણાવી દીકરીની હાલત

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા હવે આ દુનિયામાં રહ્યા નથી. તેમના અંતિમ સંસ્કાર પણ થઇ ચૂક્યા છે. તેઓ પંચતત્ત્વમાં વિલીન પણ થઇ ચૂક્યા છે. તેમના અંતિમ સંસ્કારમાં ગઇકાલે પરિવારના સભ્યો સહિત ટીવી સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. સિદ્ધાર્થને અંતિમ વિદાય આપવા શહેનાઝ ગિલ પણ પહોંચી હતી.

શહેનાઝ ગિલના પિતા સંતોખ સિંહ સુખ સાથે મીડિયાએ વાતચીત કરી હતી અને તે દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, તેમની દીકરીની હાલત રડી રડીને ખૂબ ખરાબ છે, તેણે કહ્યુ હતુ કે, પપ્પા, મારા ખોળામાં તેણે અંતિમ શ્વાસ લીધા, તો હવે દું શુ કરીશ, હું કેવી રીતે જીવી શકીશ ? મારા ખોળામાં તે દુનિયા છોડીને ચાલ્યો ગયો.

ટાઇમ્સ નાઉના રીપોર્ટ અનુસાર શહેનાઝના પિતાએ આગળ કહ્યુ, શહેનાઝ તેને સામાન્ય રૂપથી ઉઠાડવા ગઇ તો તેણે કોઇ જવાબ આપ્યો નહિ. જયારે કોઇ પ્રતિક્રિયા ન મળી તો તેણે સિદ્ધાર્થના પરિવારને બોલાવ્યા જે આસપાસ રહે છે. તે બાદ તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. શહેનાઝે એ પણ કહ્યુ કે, થોડી વારમાં તેને બાળી દેશે, તે નહિ રહે તો હું શુ કરીશ.

શહેનાઝના પિતાએ કહ્યુ કે, તેમને કયારેય પણ દીકરીના મુંબઇમાં એકલા રહેવાની પરવાહ કરી નથી કારણ કે સિદ્ધાર્થ એક પરિવાર રૂપે તેની દેખરેખથ રાખતો હતો પરંતુ હવે તે દીકરી માટે ચિંતા મહેસૂસ કરે છે.

ઉલ્લેખનીય છે કે, જો મીડિયા રીપોર્ટ્સની માનીએ તો, શહેનાઝને જયારે સિદ્ધાર્થના નિધનની ખબર મળી તો તે સમયે તે શુટિંગ કરી રહી હતી. સિદ્ધાર્થ વિશેની જાણ થતા જ તે શુટિંગ છોડી આવી ગઇ હતી.

સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં પરિવારે એક પૂજા કરી હતી, જેમાં શહેનાઝ ગિલ બેઠી હતી અને તે સિદ્ધાર્થની બહેનની બાજુમાં હતી. અંતિમ સંસ્કારનો સમય નજીક આવ્યો ત્યારે શહેનાઝ બે વખત તો બેભાન થઇ ગઇ હતી અને તે ભાનમાં આવી ત્યારે ખૂબ જ રડતા રડતા સિદ્ધાર્થ સિદ્ધાર્થની બૂમો પાડી રહી હતી. સિદ્ધાર્થની માતાએ સિદ્ધાર્થને ધ્રુજતા હાથે અગ્નિદાન આપ્યો હતો અને તેમની આંખોના આંસુ તો થમી જ રહ્યા ન હતા.

 

Shah Jina