લસણની ચટણી ખાવાના શોખીનો માટે સ્પેશિયલ – શીયાળાની ઠંડીમાં ગરમા ગરમ રોટલા ને રીંગણના ઓળા સાથે ખૂબ જ ખાવાની મજા આવશે !!

0
Advertisement

લસણની ચટણી મોટાભાગના ઘરોમાં બનતી જ હોય છે. આ ચટણી કોઈપણ શાક સાથે કે બાજરીના રોટલા રોટલી સાથે કે પછી દાબેલી અને ભેળ બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને સ્વાદિષ્ટ અને તીખા ટેસ્ટની લસણની ચટણી…એકવાર બનાવશો એટ્લે વારંવાર બનાવશો એવી સ્વાદિષ્ટ બનશે.

સામગ્રી

  • લસણની  10/15 કળી
  • લાલ મરચું 2 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું 1 ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • ધાણા ઝીરું 1/2 ચમચી
  • તેલ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

રીત
સૌપ્રથમ લસણ ને છોલી નાખો અને તેને એક વાટકીમાં કાઢી લો.
પછી એક વાટવા માટે ખલબતો લઇ લો પછી એમાં લસણ એડ કરો.લાલ મરચું, કાશ્મીરી લાલ મરચું મીઠુ ધાણા ઝીરું એડ કરી ને વાટી લો.
બરોબર મિક્સ કરી લો પછી એક પૅન માં તેલ ગરમ કરો પછી એમાં ચટણી એડ કરો અને સાંતળી લો.
પછી એમાં થોડું પાણી એડ કરો થોડી વાર સાંતળો .
લસણ ની તીખી ચટણી અને તમે રોટલા રોટલી સાથે સબ્જી સાથે સર્વ કરી શકો છો.
શિયાળા ની ઠંડી માં ખુબજ મજા આવશે જરૂર થી બનાવજો અને જણાવજો રેસીપી કેવી લાગી

લસણની ચટણી બનાવવાનો સંપૂર્ણ વિડીયો જોવા માટે અહીંયા આપેલ લિન્ક ઉપર ક્લિક કરો :

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author : Gujarati Kitchen (GujjuRocks Team)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here