ખબર

મહિલાના માથામાંથી નીકળ્યો દુનિયાનો સૌથી મોટો વ્હાઇટ ફંગસ, જોઈને ડોકટરો પણ રહી ગયા હેરાન

દેશનો ચોંકાવનારો કિસ્સો, આ જોઈને ડોક્ટર પણ ફફડી ઉઠ્યા- જાણો વિગત

કોરોના કેસમાં ઘટાડો થતા જ વ્હાઇટ અને બ્લેક ફંગસના કિસ્સાઓ વધવા લાગ્યા છે, જેના કારણે ઘણા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે, પરંતુ આ દરમિયાન ડોકટરો માટે પણ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાના માથામાંથી દુનિયાનો સૌથી મોટો વ્હાઇટ ફંગસ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બની છે. ધાર જિલ્લામાં રહેવા વળી એક 50 વર્ષીય મહિલાને કોરોના થયો હતો. તે સંપૂર્ણ રીતે સ્વસ્થ તો થઇ ગઈ જેના બાદ મહિલાને બ્રેઈન ટ્યુમરના ઓપરેશન માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.

ઓપરેશન બાદ ડોક્ટરોએ મહિલાનું ટ્યુમર કાઢી નાખ્યું, પરંતુ જયારે ટ્યુમરની બાયપ્સી અને ક્લચર ટેસ્ટ કરાવવામાં આવ્યો તો તેમાંથી વ્હાઇટ ફંગસની પુષ્ટિ કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટું વ્હાઇટ ફંગસ ઇન્ફેક્શન છે. જેનો આકાર 8.6 X 4 X 4.6 સેમી છે.