ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

અમદાવાદ મોટેરા સ્ટેડિયમ: BCCI એ 700 કરોડમાં બનાવ્યું એવું સ્ટેડિયમ કે વરસાદ પણ નહિ બગાડી શકે રમત!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ ઉદઘાટન કરવા જઈ રહ્યા છે. આ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ છે, જે અમદાવાદના મોટેરામાં આવેલું છે. આ સ્ટેડિયમ લગભગ 700 કરોડના ખર્ચે 63 એકરમાં બનીને તૈયાર થયું છે.

એવા અહેવાલો હતા કે ઉદ્ઘાટન બાદ અહીં એશિયા અને વર્લ્ડ ઇલેવનની મેચ પણ રમવામાં આવી શકે છે. જેને લઈને હવે જાણકારી મળી છે કે હવે બીસીસીઆઈ તેની સમીક્ષા કરશે, તે પછી તેનો નિર્ણય લેવામાં આવશે.

Image Source

સાથે જ આઈપીએલ મેચ વિશે પણ જાણવા મળ્યું છે કે અગાઉ આ મેદાન પર આઈપીએલની ફાઇનલ રમાડવાની ચર્ચા થઈ હતી. પરંતુ તે પછી આ અંગેનો નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો હતો. જો કે આ ગ્રાઉન્ડ પર ફ્લડ લાઇટ્સ છે, પરંતુ તેના પર કોઈ ઇન્ટરનેશનલ મેચ અથવા ડે-નાઇટ ટેસ્ટ સૂચિત નથી.

Image Source

ત્યારે તમને આ સ્ટેડિયમ સંબંધિત દરેક વાતો જણાવીશું –

1. આ સ્ટેડિયમ આશરે 700 કરોડના ખર્ચે બનીને તૈયાર થયું છે.

2. આ સમગ્ર પ્રોજેક્ટને તૈયાર કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો, તેનું કામ જાન્યુઆરી 2017માં શરૂ થયું જે ફેબ્રુઆરી 2020માં પૂર્ણ થયું છે.

Image Source

3. આ સ્ટેડિયમની ક્ષમતા 1 લાખ 10 હજાર દર્શકોની છે, જે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (1 લાખ) કરતા વધારે છે.

4. આ સ્ટેડિયમમાં એટલા ડ્રેસિંગ રૂમ છે કે એક સમયે ચાર ક્રિકેટ ટીમો અહીં રહી શકે છે.

Image Source

5. આ જમીન પર કુલ 11 પીચો છે, જે લાલ અને કાળી માટીની મદદથી તૈયાર કરવામાં આવી છે.

6. આ સ્ટેડિયમમાં પ્રથમ વખત એલઇડી ફ્લડ લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે પોલ માઉન્ટેડ ફ્લડ લાઇટ્સથી અલગ હોય છે. આ મેદાન પર ફ્લડ લાઇટ્સની ઊંચાઈ 90 મીટર છે, જે 25 માળની ઊંચી ઇમારતની સમકક્ષ હોય છે.

Image Source

7. આ મેદાનની નીચે એક સબસર્ફેઝ ડ્રેનેજ સિસ્ટમ બનાવવામાં આવી છે. તેની મદદથી, વરસાદની સ્થિતિમાં, 30 મિનિટમાં મેદાન ફરીથી તૈયાર કરી શકાશે.

8. આ સ્ટેડિયમની અંદર કુલ 76 કોર્પોરેટ બોક્સ પણ બનાવવામાં આવ્યા છે, જે ભારતના કોઈપણ સ્ટેડિયમમાં સૌથી વધુ છે.

Image Source

9. આ મેદાન પર ક્રિકેટ સિવાય ફૂટબોલ, હોકી, ખો ખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ, ટેનિસ, બેડમિંટનની મેચ પણ રમાડી શકાશે.

10. આ સ્ટેડિયમમાં મુખ્ય ગ્રાઉન્ડ ઉપરાંત, પ્રેક્ટિસ માટે બે ક્રિકેટ મેદાન અને એક મલ્ટિ-સ્પોર્ટ ગ્રાઉન્ડ પણ છે.

Image Source

11. આ સ્ટેડિયમની અંદર ફિઝિયો થેરેપી સિસ્ટમ અને હાઇડ્રોથેરાપી સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે મેદાન પર જ ઇજાગ્રસ્ત ખેલાડીઓને સારવાર આપી શકે છે.

12. આ મેદાનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જો કોઈ એક ખેલાડી શોટ રમે છે, તો સ્ટેડિયમમાં હાજર બધા દર્શકો તેને કોઈપણ વિક્ષેપ વિના જોઈ શકે છે.

Image Source

13. આ સ્ટેડિયમના પાર્કિંગમાં એક સાથે 4000 કાર અને 20000 બાઈક પણ પાર્ક કરી શકાય છે.

Image Source

14. સરદાર પટેલ સ્ટેડિયમને એકદમ આધુનિક સુવિધાઓથી સજ્જ કહેવાઈ રહ્યું છે, એની ખાસિયતોને જોતા દરેક ચાહકને આ મેદાન પર પહેલી મેચની આતુરતાથી રાહ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.