આ મહિલાનું મોઢું એટલું પહોળું થાય છે કે સફરજન આખું અંદર ઘુસી જાય… સૌથી મોટું મોઢું ખુલવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જુઓ વીડિયો

એક સાથે આખી દાબેલી અને બર્ગર જતો રહે એટલું બધું મોઢું પહોળું કરે છે આ મહિલા, તસવીરો અને વીડિયો જોઈને જ દંગ રહી જશો…

જ્યાં સામાન્ય માણસ કોઈ પણ મોટી વસ્તુ ખાવી હોય, પછી તે બર્ગર હોય કે સફરજન, નાના ટુકડા કરીને અથવા બચકા ભરીને ખાતું હોય છે, પરંતુ એક મહિલા આવી મોટી મોટી વસ્તુઓને પણ એકસાથે ગળી જાય છે. આ મહિલાના મોઢાને જોઈને લોકો દંગ રહી ગયા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલા એક સાથે એક મોટું સફરજન મોંમાં નાખે છે. તેવી જ રીતે, વીડિયોમાં, તે બર્ગર હોય કે કોઈપણ ચોકલેટ કે પછી કૂકીઝ, તેને એક જ વારમાં મહિલા ખાતી જોવા મળે છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે વિશ્વની સૌથી મોટી મોં ગેપ ધરાવતી મહિલાનો એક આશ્ચર્યજનક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને બધા દંગ રહી ગયા છે.

2021નો રેકોર્ડ તોડીને અમેરિકાના કનેક્ટિકટ સ્ટેટની રહેવાસી સમન્થા રેમ્સડેલ હવે દુનિયાની સૌથી પહોળી મોંવાળી મહિલા બની ગઈ છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર સમન્થાના મોંનું કેપેસિટીવ ગેપ 6.52 સેમી એટલે કે 2.56 ઇંચ માપવામાં આવ્યું છે, જે પોતાનામાં એક અજાયબી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમન્થા ટિકટોક પર વીડિયો પણ શેર કરે છે, જ્યાં તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ છે.

સમન્થાએ અન્ય લોકોને પણ વિનંતી કરી છે કે જો તેમનું શરીર અથવા કંઈક અનોખું હોય તો તેઓનું નામ ગિનીસ બુકમાં નોંધવામાં આવે. આ વીડિયોને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે. ‘તે ફિટ થશે? સૌથી મોટું મોં ગેપ (સ્ત્રી) – @samramsdell5 પુસ્તક #GWR2023 માં જોવા મળે છે.”

Niraj Patel