ખબર

અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ટૂંક સમયમાં ખુલ્લું મુકાવવા જઈ રહ્યું છે, વાંચો સ્ટેડિયમની ખાસ વિશેષતાઓ

આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના અમદાવામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની રહ્યું છે, છેલ્લા  ઘણા સમયથી અમદાવાદ અને આસપાસના ક્રિકેટ રસિકો અમદાવામાં રમાતી મેચ વિહોણા છે પરંતુ હવે ખુબ જ ટૂંકા સમયમાં મોટેરામાં બનેલું આ ક્રિકેટ સ્ટેડિયમ ખુલ્લું મુકવામાં આવશે, જેની સૌ ક્રિકેટ પ્રેમીઓ કાગડોળે રાહ જોઈએ રહ્યા છે. તો ચાલો જાણીએ શું ખાસ વિશેષતાઓ હશે જેના દ્વારા સ્ટેડિયમ વિશ્વ કક્ષાએ પણ એક આગવી ઓળખ ધરાવશે.

Image Source
 1.  વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” બનાવવાનું જેને સપનું જોયું એવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સ્ટેડિયમ ડ્રિમ પ્રોજેક્ટ હતું અને તેને સાકાર કરવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટને હાથ ધરવામાં આવી રહ્યો છે.
 2. જે કંપનીએ ખુબ જ ટૂંકા સમયમાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી”નું નિર્માણ કર્યું એજ એલ એન્ડ ટી (લાર્સન એન્ડ ટર્બો) કંપનીને બાંધકામનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.
 3. વિશ્વમાં અત્યારે સૌથી મોટા સ્ટેડિયમ તરીકે મેલબોર્નના સ્ટેડિયમને ગણવામાં આવે છે એ સ્ટેડિયમની ડિઝાઇન બનનાર આર્કીટેક ફર્મ પોપ્યુલસને જ ગુજરાતમાં ભવ્ય આકાર પામનાર આ સ્ટેડિયમની ડિઝાઇન બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.

  Image Source
 4. મોટેરાનું આ સ્ટેડિયમ 63 એકરના વિસ્તારમાં ભવ્ય આકાર પામશે, આ સ્ટેડિયમમાં 1.10 લાખ લોકો એક સાથે બેસી અને મેચનો આનંદ માની શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્નમાં 90,000 દર્શકો બેસી શકે તેવી વ્યવસ્થા છે જયારે ભારતના સૌથી મોટા સ્ટેડિયમ તરીકે કોલકતતાનું ઈડન ગાર્ડન રહેલું છે જે 60,000 દર્શકોની ક્ષમતા ધરાવે છે.
 5. આ સ્ટેડિયમ પાછળ થતા ખર્ચની વાત કરીએ તો મોટેરામાં બનતા આ ભવ્ય સ્ટેડિયમ પાછળ અંદાજિત ખર્ચ 700 કરોડ રૂપિયા છે.

  Image Source
 6. આ સ્ટેડિયમમાં 4 આધુનિક ડ્રેસિંગ રૂમ, 55 ઓરડાઓ સાથેનું એક ક્લ્બ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ અને એક ઓલમ્પિક સાઈઝનું વિશાળકાય સ્વિમિંગ પુલ પણ હશે.
 7. આ સ્ટેડિયમની અંદર એક ઇન્દોર ક્રિકેટ એકેડમી પણ કાર્યરત કરવામાં આવશે.
 8. દર્શકોના બેસવાની સુદનાર વ્યવસ્થા સાથે સ્ટેડિયમમાં વિશાળકાય પાર્કિંગ પણ બનાવવામાં આવશે જેમાં 3000 3000 ફોર વ્હિલ કાર અને 10,000 ટૂ-વ્હીલ પાર્ક કરી શકાશે.

  Image Source
 9. આ સમગ્ર સ્ટેડિયમમાં તમને એક પણ પિલ્લર જોવા નહિ મળે, જેના કારણે દર્શક સ્ટેડિયમના કોઈપણ ખૂણે બેસીને મેચને સરળતાથી નિહાળી શકશે, તેમજ હરવા ફરવા અને ચાલવા માટે ખુબ જ મોટી જગ્યા આ સ્ટેડિયમમાં રાખવામાં આવી છે.
 10. મનોરંજન માટે ખાસ સ્ટેડિયમની અંદર BOSS કંપનીની મ્યુઝિક સિસ્ટમ પણ લાગવામાં આવી છે, જેના દ્વારા દર્શકોને મેચ સાથે એક અનેરો આનંદ પણ મળી શકે.

  Image Source
 11. મોટેરાંનું સ્ટેડિયમ પહેલું એવું સ્ટેડિયમ હશે જ્યાં સામાન્ય લાઈટના બદલે LED લાઈટ લગાવામાં આવશે
 12. સ્ટેડિયમમાં પ્રવેશ કરવા માટે ત્રણ પ્રવેશદ્વાર બનાવવામાં આવશે.

તમામ સુવિધાઓથી સજ્જ અમદાવાદના મોટેરાનું આ સ્ટેડિયમ વિશ્વકક્ષાએ ભારતની સાથે ગુજરાતનું પણ ગૌરવ વધારશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.