ખબર

દુનિયાના અંતના ગણતરીના બસ કલાકો જ બાકી? આ તારીખે સર્જાઈ શકે છે ખતરનાક વિનાશ! જાણો

નાસાએ જણાવ્યા અનુસાર, એક મોટો એસ્ટરોઇડ આવતા મહિને પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થશે પણ ધરતીને ટકરાશે નહિ. 29 એપ્રિલના રોજ લગભગ 1.1 થી 2.5 માઇલ્સ મોટો એસ્ટરોઇડ ધરતીની નજીકથી પસાર થશે. એ ધરતી સાથે ટકરાવાનો નથી, પણ જો ટકરાશે તો એ ધરતી પર મોટું નુકશાન સર્જી શકશે.

Image Source

આ એસ્ટરોઇડ 52768 (1998 OR2) કહેવાય છે અને એ પહેલીવાર 1998માં જોવા મળ્યો હતો ત્યારે નાસાએ એને ધરતી માટે એક મોટો ખતરો જણાવ્યો હતો. એ પૃથ્વીની 3,908,791 માઇલ્સ નજીકથી 19,461 માઇલ્સ પ્રતિ કલાકની ઝડપે પસાર થશે.

આ એસ્ટરોઇડને સંભવિત જોખમી ઓબ્જેક્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે કારણ કે તે પૃથ્વીની ભ્રમણકક્ષાની ખૂબ જ નજીકથી પસાર થાય છે, પરંતુ તે હાલમાં નાસાની સંભવિત ભાવિ પૃથ્વી પ્રભાવની ઘટનાઓની સૂચિમાં નથી. જે નાસાની સેન્ટ્રી સિસ્ટમ દ્વારા એકત્રિત કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ આગામી બે મહિનામાં પૃથ્વીની નજીકથી પસાર થનારો સૌથી મોટો એસ્ટરોઇડ હશે પણ તે આજ સુધીનો સૌથી મોટો એસ્ટરોઇડ નથી.

Image Source

અત્યાર સુધીનો સૌથી મોટો એસ્ટરોઇડ 3122 Florence (1981 ET3), છે, જે 1 સપ્ટેમ્બર 2017ના રોજ ધરતી પાસેથી પસાર થયો હતો અને સદનસીબે ટકરાયા વિના જ પસાર થઇ ગયો હતો. આ જ એસ્ટરોઇડ ફરીવાર 2 સપ્ટેમ્બર 2057ના રોજ પસાર થશે, જે 2.5 અને 5.5 માઇલ્સ મોટો હશે.

આ પહેલા પણ આ જ પ્રકારનો ખતરો આવ્યો હતો, જયારે ઓગસ્ટ 2019માં એક નાનો એસ્ટરોઇડ પસાર થયો હતો, જયારે પણ નાસાએ કહ્યું હતું કે એ ધરતીને નહિ ટકરાય, પણ ખૂબ જ નજીકથી પસાર થશે.

Image Source

આને લાગતા સોશિયલ મીડિયા પર ઘણા મેસેજ વાયરલ થયા છે કે આ એસ્ટરોઇડ પૃથ્વીને ટકરાશે અને પૃથ્વીનો વિનાશ થશે, પણ નાસાએ આ વાતનું ખાનદાન કર્યું છે અને કહ્યું છે કે આ વાતો સાચી નથી.

નાસાએ બધા જ ડાઉટ ક્લિયર કરતા કહ્યું છે કે એ એસ્ટરોઇડ પૃથ્વી તરફ નથી આવી રહ્યો અને એ પૃથ્વીને ટકરાવાનો પણ નથી. પણ એ પૃથ્વીની નજીકથી પસાર થઇ જશે.

નાસાએ સ્પષ્ટ કહ્યું કે એ એસ્ટરોઇડ 6.3 મિલિયન કિલોમીટરમાં કશે નજીક નથી આવવાનો, એટલી કોઈએ પણ ભવિષ્યમાં ટકરાવ થવાની ચિંતા કરવાની જરૂર નથી. આપણા ચંદ્ર કરતા એ એસ્ટરોઇડ 16 ગણો દૂર હશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.