ખબર

ચંદ્રયાન-2ને લઈને ઈસરો ચીફ કે. સિવને કરી મોટી જાહેરાત, જાણો શું કહ્યું

ચંદ્રયાન-2ને લઈને આવનાર તમામ સમાચારો ઉપર દરેક ભારતીયની નજર હોય છે. વિક્રમ લેન્ડર સાથે  સંપર્ક નથી સાધી શકાયો પરંતુ ઓર્બીટર પોતાનું કાર્ય કરતુ રહે છે અને ચંદ્રની કેટલીક દુર્લભ તસવીરો પણ મોકલતું રહે છે.

Image Source

ચંદ્રયાન-2નું મિશન નિષ્ફ્ળ રહ્યું પરંતુ આ નિષ્ફ્ળતા ઈસરોને ઘણું બધું શીખવી ગઈ છે. ઈશરોની ટીમની હિમ્મત અને ઉત્સાહમાં બમણો વધારો થયો છે કારણ કે ચંદ્રયાન-2નો ચંદ્રથી માત્ર થોડા જ અંતરે સંપર્ક  તૂટ્યો હતો.

Image Source

ઈસરોના ચીફ કે.સિવન દ્વારા કહેવામાં આવ્યું હતું કે “ચંદ્રયાન-2 મિશન વાર્તાનો અંત નથી. આ અભિયાનને લઈને ભવિષ્યમાં ધ્યાન રાખવામાં આવશે.” તેમને એમ પણ કહ્યું કે “ભવિષ્યમાં ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવાના પુરતા પ્રયાસો કરવામાં આવશે.”  ઈશરોના 50 વર્ષ પુરા થવા ઉપર દિલ્હી આઈઆઈટીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઈસરો ચીફ કે.સિવને આ વાત કરી હતી.

Image Source

તેમને વધુમાં એમ પણ જણાવ્યું હતું કે “આવનાર થોડા જ મહિનામાં ઈશરો દ્વારા કેટલીક નવીનતમ સેટેલાઈટનું પરિશિક્ષણ કરવાનું પણ આયોજન છે. ચંદ્રયાન-2થી જોડાયેલા કેટલાક મહત્વના ડેટા અમારી પાસે છે. હું તમને વિશ્વાસ આપું છું કે ઈસરો પોતાના અનુભવો અને તકનીકી ક્ષમતાઓના આધાર ઉપર ચંદ્ર ઉપર સોફ્ટ લેન્ડિંગ કરવાનો પૂરતો પ્રયત્ન કરશે. ઈસરોના આદિત્ય એલ 1 સોલર મિશન અ ને માનવ અંતરિક્ષ ઉડાનના પ્રોજેક્ટ ઉપર સતત કામ ચાલી રહ્યું છે.”

Image Source

ઈસરોની ટિમ અને ઈસરોના ચીફ નવા મિશન માટે ખુબ જ ઉત્સાહિત છે. એકવાર મળેલી નિષ્ફ્ળતાને તે સફળતામાં બદલવા માટેના સંપૂર્ણ પ્રયાસો કરવા તત્પર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.