
અત્યાર સુધીમાં એવા અનેક અવસરો રહ્યા છે જ્યારે ભારત તરફથી પસંદ કરવામાં આવેલી મિસ ઇન્ડિયા કન્ટેસ્ટેન્ટએ દુનિયાભરમાં નામ રોશન કર્યુ હોય. એમાંનો જ એક સમય હતો વર્ષ 2000 નો.જયારે ત્રણ કન્ટેસ્ટેન્ટએ મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ અને મિસ એશિયા પૈસીફીક ઇન્ટરનેશનલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી લારા દત્તા, દિયા મિર્ઝા અને પ્રિયંકા ચોપરાની જે વર્ષ 2000 માં આ ખિતાબ પોતાના નામે કરીને પોતાનું અને દેશનું નામ રોશન કર્યુ હતું.જણાવી દઈએ કે વર્ષ 2000 માં થયેલી મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં અભિનેતા શાહરુખ ખાન, જુહી ચાવલા,વહીદા રહમાન,મોહમ્મદ અજરૂદ્દીને વિજેતાના નામની ઘોષણા કરી હતી.લારા દત્તા, પ્રિયંકા ચોપરા અને દિયા મિર્ઝાએ આ કૉન્ટેસ્ટ પછી પોતાના બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી.

હાલમાં જ લારા દત્તાએ ત્રણેની તસ્વીર પોતાના એકાઉન્ટ પર શેર કરી હતી જેમાં ત્રણે અભિનેત્રીઓ તાજ પહેરેલી દેખાઈ રહી છે.તસ્વીરને શેર કરતા લારા એ લખ્યું કે,”ઓન ક્યુ પ્રોડક્શન્સ(On Cue Produtions) 25 વર્ષોથી મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટને યથાવત રાખી રહ્યા છે…તાળીઓ…સિલ્વર જુબલી. તમે લોકો બેસ્ટ છો.અમારામાંથી કોઈની પણ સફર પરફેક્ટ બની શકી ના હોત જો અમે તમારી સાથે શરૂઆત ના કરી હોત,સફળતાની ખુબ ખુબ શુભકામાનો”.
જણાવી દઈએ કે મિસ ઇન્ડિયાના કોન્ટેસ્ટ દરમિયાન લારા દત્તાને મિસ યુનિવર્સ તરીકે પસંદ કરવામાં આવી હતી. જયારે પ્રિયંકા ચોપરાને મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો હતો અને દિયા મિર્ઝાને મિસ એશિયા તરીકે પસંદ કરવામાં આવી હતી.વર્ષ 2000ની આ તસ્વીરમાં ત્રણે સુંદરીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને કેમેરાની સામે પોઝ આપી રહી છે.પોતાના માથા પર સજેલા તાજને તે પુરા ગર્વની સાથે ઉભરાવી રહી છે.

લારા દત્તાએ વર્ષ 2003 માં અક્ષય કુમાર સાથેની રોમેન્ટિક ડ્રામાં ફિલ્મ ‘અંદાજ’ થી ડેબ્યુ કર્યુ હતું, જેના માટે તેને બેસ્ટ ફિમેલ ડેબ્યુ માટેનો એવોર્ડ પણ મળ્યો હતો.લારા દત્તા ઘણા સમયથી બૉલીવુડ થી દૂર રહી છે, અને તેણે ટેનિસ પ્લેયર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા છે.હાલ તેઓની એક દીકરી પણ છે.

દિયા મિર્ઝાએ વર્ષ 2001 માં ‘રેહના હૈ તેરે દિલ મૈં’ ફિલ્મ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી આ ફિલ્મમાં દિયાના અભિનયના ખુબ વખણા કરવામાં આવ્યા હતા. દિયા મિર્ઝા હાલના સમયે ઘણી વેબ સિરીઝમાં જોવા મળી રહી છે.

વાત કરીયે પ્રિયંકા ચોપરાની તો તે બોલીવુડમાં દમદાર સફળતા મેળવવાની સાથે સાથે તે હોલીવુડમાં પણ પોતાનું નામ બનાવી રહી છે. પ્રિયંકાએ એમેરિકી સિંગર નિક જૉનસ સાથે લગ્ન કર્યા છે અને કામ કરવાની સાથે સાથે તે પોતાના પતિની સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી પણ જોવામાં આવે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks