લેખકની કલમે

લગ્ન પછી દીકરીએ માતા-પિતાને લખેલ પત્ર…Dear પપ્પા બપોરના 2 વાગ્યા છે, બધું જ કામ પતાવીને હું તમને પત્ર લખવા બેઠી છું

લગ્ન પછી દીકરીએ માતા-પિતાને લખેલ પત્ર…

ડિયર મમ્મી-પપ્પા,

બપોરના બે વાગ્યા છે ,
બધું જ કામ પતાવીને બેઠી છું. વિચારું છું કે આજે મમ્મી-પપ્પાને પત્ર લખું.

મમ્મી પપ્પા કેમ છો …??
મને ખબર છે આપણે ફોન પર વાત કરીએ છીએ, પણ અત્યારના જમાનામાં ફોનની સગવડ પણ બહુ સારી છે . પણ આ પત્ર કેમ લખું છું કેમ કે ફીલિંગ્સ જે હંમેશા શબ્દોમાં વ્યક્ત કરુ છું અને આજે હું બોલી નથી શકતી તે લખી ને કહું છું.

અમુક વાતો એવી છે કે જે બોલી શકાતી નથી પણ અભિવ્યકત કરવા માટે લખી જરૂર શકાય છે.
આ ખાલી પત્ર નથી, પણ મારી લાગણીઓ છે .
મને ખબર છે કે આ પત્રને તને ખુબ જ સાચવીને રાખશો. જેમ મારા બધા જ ડોક્યુમેન્ટ્રીઝ ખૂબ સારી રીતે સાચવીને રાખો છો એની ઉપર ધૂળ પણ લાગવા દેતા નથી અને બધાની photo copy કરીને એને ઘરેણાની જેમ તમે સાચવો છો .એવી જ રીતે આ લાગણીઓ પણ ક્યાંક તમારા દિલમાં સચવાઈ રહેશે એવો મને વિશ્વાસ છે.

દરેક પળે મમ્મી પપ્પા તમે મને યાદ આવો છો , સવાર પડે એટલે પહેલાં જ્યારે નાની હતી ત્યારે મમ્મી મને કેહતી કે જલદી ઊઠી જા, સાત વાગી ગયા છે પરંતુ ઘડિયાળમાં જોઈએ ત્યારે 6:45 થઈ હોય મમ્મીની ટેવ જ કે 15 મિનિટ પહેલા ઉઠાડી દે જેથી કરીને મોડું ના થાય અને પછી તરત જ કહેતી કે તારી ફ્રેન્ડ પ્રિયા આવી જશે જલ્દી કર. આઠ વાગ્યાથી સાડાનવ વાગ્યા સુધી હું અને પ્રિયા બંને ટ્યુશનમાં જતાં.

જેવી ટ્યૂશનમાંથી ઘરે આવું કે તરત જ મમ્મી બોલે કે બેટા જલદી જલદી જમી લે , હવે તારે સ્કૂલે જવાનું છે મારી માટે વોટર બેગ ભરી આવતી , મારું બેગ વ્યવસ્થિત કરતી અને મારી પાછળ ને પાછળ દોડતી . મમ્મી જ્યાં સુધી શેરીના વણાંકે હું ન વળું ત્યાં સુધી બહાર ઉભી-ઉભી મને જોયા કરતી. પ વાગે સાંજે ઘરે આવું એટલે મમ્મી આવતાંવેંત નાસ્તો આપતી , નાસ્તો આપ્યા પછી હોમવર્ક કરાવતી અને પછી થોડીવાર રમ્યા પછી જમીને અમે લોકો સૂઈ જતા.

પપ્પા હંમેશા મારી માટે ખુબ જ કૅર કરતાં મારે શું જોઇએ છે એમને પહેલેથી જ ખબર હોય.
બેટા આજે તારી માટે નવી નોટ પેન્સિલ લાવ્યો છું તને ગમે છે. ચલ બજારમાં જઈએ અને બીજું જે કંઈક ગમતું હોય તેને ચલ લઈ આપુ..

મારું ભણવાનું પૂરું થઇ ચૂક્યું હતું મારી જોબ નો ટાઈમ સવારે સાડાસાત નો હતો. દરરોજની જેમ આજે પણ મમ્મીએ કહ્યું બેટા ટિફિન થઈ ગયું છે કે જલ્દી કર હવે ઉઠી જા, નહીં તો મોડુ થઈ જશે. હું તરત જ નાહવા માટે જતી અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈને, મારા એકટીવા તરફ દોડી જતી ખૂબ ઝડપથી એકટીવા ચલાવીને હું મારી જોબ પર પહોંચતી.

5:00 વાગે જોબ પરથી હું ઘરે આવતી એકદમ થાકેલી હોવ ત્યારે આવીને

હું મારું પસૅ ડાયરેક્ટ ટેબલ પર મૂકી દેતી .
એટલે મમ્મી તરત જ કેમ કે હવે તો મોટી થઈ ગઈ છે અને મેચ્યોર થઈ ગઈ છુ. પસૅ એની જગ્યાએ મૂકી દે. તરત જ પપ્પા ઉપરાણું લઈ લે કે થાકીને આવી છે પછી તે મુકશે.

ભુલથી ડીસ મા ખાવાનુ વધે તેા તરત જ મમ્મી કહેતી બેટા ખાવાનું અન્નદેવતા છે એને આવી રીતે ન રખાય. પહેલા આ બધુ મજાક લાગતુ હતુ પરંતુ હવે સમજાય છે.

મેરેજ પછી,
અહી મારે સવારે વહેલા ઊઠીને બધું સાફ સફાઇ કરવી પડે છે. તયા ડાયરેક ઊઠીને નાહવા જવાનું અને જે કરવું હોય તે કરવા નુ..

પહેલા તુ મને ટિફિન રેડી કરી આપતી તી અત્યારે કેયુર માટે વહેલી સવારે ઊઠીને ટિફિન રેડી કરતી થઈ ગઈ છું..

અહીં મમ્મી બધા માટે જમવાનું બનાવીને છેલ્લે હું જમતી થઈ ગઈ છું..

પછી જ્યારે હું free થઉં પણ ત્યાંરે મોબાઇલ લઇને સોફા પર લાંબા પગ કરીને બેસી જતી.. પણ મમ્મી અહી હું સોફા પર એક વહું બેસે એવી રીતે બેસતી થઈ ગઈ છું.

ત્યાં ટીવી નુ રિમોલ હંમેશા મારા હાથમાં હોય અહીં બધા ટીવીમાં જે જોવે એ જોતી થઈ ગયું છું. સાંજ મને જે ભાવે તે જમવાનું બનાવતી તુ અહી બધાને ભાવે છે તે જમવાનું બનાવતી થઈ ગઈ છું. ત્યાં નોનસ્ટોપ બકબક કરતી અહી શાંત રહેતા ગઈ છું..

ત્યાં ફૂલ સ્પીડમાં વ્હીકલ ચલાવતી અત્યારે , કેયુર ના બાઇક પાછળ બેસતી થઈ ગઈ છું..

મમ્મી પપ્પા તમે મને એક એક મીનિટે યાદ આવો છો.. ક્યારે પણ શાકભાજી લેવા હું નહતી ગઈ પરંતુ હવે શાક લેતા થઈ ગઈ છું અને શાકનો ભાવ કરાવતા પણ શીખી ગઈ છું. ખરેખર એવી કેટલી બધી વસ્તુ છે મમ્મી કે જે મે ક્યારે પણ નથી કરી પણ હવે કરતા શીખી ગઈ છું. એક છોકરીનું ક્યારે સ્ત્રીમાં રૂપાંતરણ થઈ ગયું એ ખાલી સમય ને જ ખબર છે. ખરેખર જવાબદારી એ એવી વસ્તુ છે કે જેને લીધે ક્યાંક ને ક્યાંક જીવનની શૈલીમાં રૂપાંતરણ કરવું અનિવાર્ય થઈ જાય છે. ૨૫ વર્ષથી પોતે જીવેલી જીવનશૈલીને બદલીને તરત જ રાતોરાત નવી જીવનશૈલી અપનાવાની ફ્લેક્સિબિલિટી એકમાત્ર સ્ત્રીમાં જ છે અને આ બલિદાન ને કારણે જ એક મકાન ઘરમાં પરિવર્તિત થાય છે.

આવો આ બલિદાનનું સન્માન કરીએ દરેક સ્ત્રીને માન આપીએ. એક હિન્દી ફિલ્મમાં ખૂબ સરસ રીતે રજૂ કરાયું છે કે કે જો સ્ત્રીઓ જે કુદરતી યાતનાઓે સહન કરે છે તે જો પુરુષ એક દિવસ માટે પણ કરી શકે તો ખરેખર પુરુષ રડી ઊઠે.

લિ. તમારી વાલી દિકરી કૃપા.

લેખક – નિરાલી હર્ષિત

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks