ભૂસ્ખલનની નીચે આવી પડ્યો પૂરો પહાડ, લોકોએ ભાગી ભાગીને બચાવ્યો જીવ, જુઓ વીડિયો અને તસવીરો

ભૂસ્ખલનનો વીડિયો કંપી ઉઠશો, ફસાયા અનેક યાત્રીઓ

ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં ભૂસ્ખલનની હૃદયદ્રાવક તસવીર અને વીડિયો સામે આવ્યા છે. ધારચુલાના તવાઘાટ લિપુલેખ રોડ પર આવેલા નજંગ પાસે મોડી સાંજે અચાનક પહાડનો મોટો ભાગ તૂટી રોડ પર પડી ગયો. સદનસીબે આ ભૂસ્ખલનને કારણે કોઈ જાનહાની થઈ હોવાનું સામે આવ્યુ નથી. આ ભૂસ્ખલનનો વીડિયો ત્યાંથી પસાર થતા એક રાહદારીએ બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂસ્ખલનને કારણે તવાઘાટ લિપુલેખ હાઇવે સંપૂર્ણ રીતે વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

રસ્તો બંધ થવાને કારણે સ્થાનિક લોકોની સાથે 40 મુસાફરો બુંદીમાં અટવાયા છે. બે દિવસ પહેલા જ સતત વરસાદને કારણે કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. સદનસીબે ત્યાંથી પસાર થતા વાહનો ડુંગરના કાટમાળ નીચે ન આવ્યા. વરસાદના કારણે ચારધામ યાત્રાને પણ અસર થઈ રહી છે. બુધવારે સાંજે કેદારનાથ હાઇવે પર ફાટા પાસે પહાડી પરથી એક મોટુ ભૂસ્ખલન થયો હતો. ત્યાં હાઇવે પર ટેકરી પરથી ટનબંધ કાટમાળ અને પથ્થરો પડ્યા હતા. સદનસીબે ટેકરી પરથી પડતો કાટમાળ જોતા વાહનચાલકો અટકી ગયા હતા.

જોકે, એક પેસેન્જર બસને થોડું નુકસાન થયું હતું. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં બાગેશ્વર, પિથોરાગઢ, નૈનીતાલમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, તો કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

દૂનના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બપોરના સમયે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.ઉત્તરાખંડ પ્રશાસનના જણાવ્યા અનુસાર, હલગુ ગાર્ડ અને ગબનાની વચ્ચેનો રસ્તો ગુરુવાર સાંજથી બંધ છે. રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના ઘણા લોકો ફસાયેલા છે. તે જ સમયે, ઘટનાના સંબંધમાં, એસડીઆરએફના એડિશનલ ડાયરેક્ટર જનરલે ઉત્તરાખંડમાં તેમના સમકક્ષ પોલીસ અધિકારીઓ-દીપમ સેઠ અને ડૉ. પીવીકે પ્રસાદનો સંપર્ક કર્યો અને ઘટના વિશે પૂછપરછ કરી.

Shah Jina