ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) લેન્ડર વિક્રમનો સંપર્ક કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ તે હજી સુધી તેનો સંપર્ક કરી શક્યું નથી. ચંદ્ર પર હવે રાત થવાની છે. એવામાં તેની સાથે સંપર્કની બધી જ આશાઓ લગભગ ખતમ થઈ ગઈ છે. તેમ છતાં, ભારતીયોને આશા હતી કે નાસા તેમણે લેન્ડર વિક્રમની એક તસ્વીર લઈને મોકલશે, પરંતુ યુએસ સ્પેસ એજન્સી નાસાનું કહેવું છે કે લેન્ડર વિક્રમ તેમના ઓર્બિટરમાં લાગેલા કેમેરાની પહોંચની બહાર છે.

નાસાનું લૂનર રિકોસસેન્સ ઓર્બિટર (LRO) જે છેલ્લા 10 વર્ષોથી ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે, એ મંગળવારે એ સાઈટ ઉપરથી પસાર થયું જ્યા લેન્ડર ત્રાંસુ પડ્યું છે. નાસાના એક અધિકારીએ કહ્યું, ‘LRO એ લક્ષિત લેન્ડિંગ સાઈટની આસપાસની તસ્વીરો લીધી છે પરંતુ લેન્ડરના ચોક્કસ સ્થાનની જાણકારી મળી નથી. બની શકે કે લેન્ડરનું સ્થાન કેમેરાની રેન્જની બહારનું હોય.

ચંદ્રયાન -2 ઇસરોનું બીજું ચંદ્ર મિશન હતું. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરતી વખતે ઇસરોનો લેન્ડર વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. લેન્ડરની અંદર, પ્રજ્ઞાન રોવર મોકલવામાં આવ્યું હતું જેને ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાંના વાતાવરણ, ભૂકંપ, ખનિજ પદાર્થો વગેરે વિશેની માહિતી એકત્રિત કરવાની હતી. એલઆરઓસીની ટીમ 17 સપ્ટેમ્બરે લીધેલી તસ્વીરોની સરખામણી પહેલાની તસ્વીરો સાથે કરશે. જેનાથી લેન્ડર દેખાઈ રહ્યું છે કે નહીં તે શોધી શકાશે.

ચંદ્ર પર વિક્રમ લેન્ડરની ઉપરથી પસાર થયેલા ઓર્બિટરમાંથી લેવામાં આવેલી તસ્વીરોના પરિણામનું વિશ્લેષણ અને સમીક્ષા બાદ જ જાહેર કરવામાં આવશે. હાલમાં ચંદ્ર પર જે સ્થાન પર સોફ્ટ લેન્ડિંગ કરવાની હતી તે જગ્યાએ રાત પડવાની શરૂ થઈ ગઈ છે. નાસાના એક અધિકારીએ કહ્યું, ‘એલઆરઓ 17 સપ્ટેમ્બરના રોજ વિક્રમની લેન્ડિંગ સાઈટ ઉપરથી પસાર થયું જ્યારે લગભગ રાત હતી. અંધકારે ત્યાંના મોટાભાગના વિસ્તારને ઘેરી લીધો છે. લેન્ડર અંધારામાં ક્યાંક હોઈ શકે છે.’

નિષ્ણાતો માને છે કે હાલની પરિસ્થિતિમાં એલઆરઓ દ્વારા લેન્ડર શોધવાના ચાન્સ બહુ ઓછા છે. બેંગ્લોર સ્થિત એક ખાનગી કંપની ટીમઇન્ડસના ભૂતપૂર્વ વિજ્ઞાન અધિકારી જતન મહેતાએ કહ્યું હતું કે “હાલની પરિસ્થિતિમાં લેન્ડર શોધવાનું ખૂબ મુશ્કેલ બનશે કારણ કે ત્યાં ખૂબ ઓછો સૂર્યપ્રકાશ છે. લેન્ડર અંધારામાં ક્યાંક છુપાયેલું હશે. એ વાતની વધુ આશા છે કે જ્યારે એલઆરઓ ફરીથી અહીંથી પસાર થશે ત્યારે તેને લેન્ડર વિક્રમની સારી તસ્વીર મળી જશે.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks