પેરાગ્લાઇડિંગ કરતી વખતે બૂમો પાડીને લેન્ડ કરાવી દેવાનું કહેવા વાળો હવે આલિયા ભટ્ટ સાથે આવશે નજર, સામે આવ્યો વીડિયો

થોડા વર્ષો પહેલા ઈન્ટરનેટ પર ‘લેન્ડ કારા દો’નો વાઈરલ થયેલો વીડિયો તમને યાદ જ હશે. આ વીડિયોમાં એક વ્યક્તિ પેરાગ્લાઈડિંગ કરતો જોવા મળી રહ્યો હતો. જેનું નામ વિપિન કુમાર હતું અને તે ચીસો પાડતો અને ડરતો જોવા મળ્યો હતો. વિપિન વારંવાર બૂમો પાડી રહ્યો હતો અને તેના સાથીદારને કહી રહ્યો હતો કે ભલે તે 200 રૂપિયા વધારે લે, પણ તેને જમીન પર ઉતારી દે.

આ સાથે વીડિયોમાં વિપિન પોતાની જાતને કોસતો પણ જોવા મળ્યો હતો. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હવે વિપિન કુમારે આલિયા ભટ્ટ સાથે એક એડમાં કામ કર્યું છે. વિપિને આલિયા ભટ્ટ સાથેનો તેનો વાયરલ વીડિયો રિક્રિએટ કર્યો છે. આ વીડિયોમાં વિપિનની સાથી પેરાગ્લાઈડર આલિયા ભટ્ટ છે.

વિપિન પહેલાની જેમ ઉતરવાની માંગ કરી રહ્યો છે અને સવારીથી ડરી રહ્યો છે. તે જ સમયે, આલિયા એકદમ શાંત છે અને ચુપચાપ તેને નિહાળી રહી છે. આ પછી આલિયા પોતે પર્ક ચોકલેટ ખાતી જોવા મળે છે અને પછી તે વિપિનને આપે છે. પછી વિપિન પણ શાંત થાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને શેર કરતા વિપિને કેપ્શન લખ્યું, ‘કોણે કહ્યું કે મીમ આગળ વધી શકતા નથી? કોણે કહ્યું કે મીમનું જીવન માત્ર એક-બે મહિનાનું છે? આ બધી નોનસેન્સ સ્ટીરિયોટાઇપ તોડો અને આલિયા ભટ્ટ સાથે શૂટ કરો.” આ વીડિયોને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકોએ આલિયા અને વિપિનના વખાણ કર્યા છે. તેને BTS શેર કરવા માટે પણ કહ્યું.

 

View this post on Instagram

 

A post shared by Vipin Sahu (@vipinkumar__official)

આલિયા ભટ્ટના પ્રોજેક્ટની વાત કરીએ તો તે છેલ્લે ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં આલિયાના અભિનયને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં અજય દેવગન, શાંતનુ મહેશ્વરી, વિજય રાજ ​​જેવા કલાકારો પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Vipin Sahu (@vipinkumar__official)

ટૂંક સમયમાં આલિયા ભટ્ટ તેના પતિ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ “બ્રહ્માસ્ત્ર”માં બંનેએ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં આ કપલ સાથે અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન જોવા મળશે. અયાન મુખર્જી બ્રહ્માસ્ત્રના ડાયરેક્ટર છે. ઉપરાંત, આલિયા કરણ જોહરની ફિલ્મ “રોકી અને રાની”ની લવસ્ટોરીમાં કામ કરી રહી છે.

Niraj Patel