પંચતત્વમાં વિલીન થયા લાંસ નાયક વિવેક, પત્નીએ લગાવ્યા ‘મેરા ફૌજી અમર રહે’ના નારા, માતાનું હૈયાફાટ રુદન

રડતા રડતા માતાની આ તસવીરો જોતા જ રૂંવાટી ઉભી થઇ જશે…દોઢ વર્ષ પહેલા જ થયા હતા લગ્ન

ભારતીય સેનામાં લાન્સ નાઈક વિવેક કુમારની પત્નીએ કલ્પના પણ કરી ન હતી કે તેમની દુનિયા આટલી જલ્દી ઉજ્જડ થઈ જશે. તેમના દોઢ વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને તેમને થોડા મહિનાનું નાનું બાળક પણ છે. CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટરમાં ક્રેશ દુર્ઘટનામાં શહીદ થયેલા લાન્સ નાઈક વિવેક કુમારના નિધને માત્ર પરિવારને જ નહીં પરંતુ બધાને હચમચાવી દીધા હતા. વિવેક કુમારની પત્ની, જે હિમાચલ પ્રદેશની છે, તેણે શહીદ પતિને અંતિમ વિદાય આપી હતી. તે પતિને અંતિમ વિદાય આપવા સુહાગનો લાલ જોડો પહેરીને આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર લોકો પણ રડવા લાગ્યા હતા.

CDS જનરલ બિપિન રાવત સાથે ગત બુધવારના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પેરા કમાન્ડો લાન્સ નાઈક વિવેક કુમારનો હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં તેમના મૂળ ગામમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. લાન્સ નાઈક કુમારને અંતિમ વિદાય આપવા માટે જયસિંહપુરના થેરુ ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિવેક કુમારનો જન્મ 1993માં થયો હતો અને 2012માં આર્મીમાં જોડાયા હતા. પરિવારમાં તે એકમાત્ર કમાનાર હતા.

જ્યારે તેમનું પાર્થિવ શરીર કાંગડાના ગગ્ગલ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ હાજર હતા. મુખ્યમંત્રીએ મૃતક જવાનના નશ્વર અવશેષો પર પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને કુમારના પિતા રમેશ ચંદને પણ સાંત્વના આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે કુમારના પરિવારને 5 લાખ રૂપિયાની તાત્કાલિક સહાય પૂરી પાડી છે. તેમણે તેમના વિવેકાધીન ક્વોટામાંથી પરિવાર માટે પાંચ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.

દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકાનું 8 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર હિમાચલ પ્રદેશના લાન્સ નાઈક વિવેક કુમારનો મૃતદેહ શનિવારે તેમના વતન જિલ્લા કાંગડા પહોંચ્યો હતો. લાન્સ નાઈક વિવેક કુમારના અંતિમ સંસ્કાર પ્રસંગે માતાએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે મેં દેશ માટે મારા પુત્રનું બલિદાન આપ્યું છે. એમાં મને ગર્વ છે.

આ સાથે તેમણે રડતાં રડતાં કહ્યું હતું કે વિવેક જ તેના પરિવારનો એકમાત્ર આધાર છે. તેમનો બીજો પુત્ર બેરોજગાર છે. સાથે જ તેમણે સરકારને મદદની અપીલ કરી છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે લાન્સ નાઈક વિવેક કુમારના પરિવારને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે પહેલા સરકાર દ્વારા પરિવાર માટે રૂપિયા 5 લાખ આપવામાં આવતા હતા અને હવે હું પણ મારી તરફથી પરિવારને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરું છું.

Shah Jina