ખબર

“હમણાં કોરોનાની મહામારી છે, જેને જ્યાં છે ત્યાં જ રહેવાનું છે” પોતાના પિતાને એવું કહેનાર જવાન થયો શહીદ

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે તો બીજી તરફ દેશની સરહદો ઉપર આતંકવાદીઓ નજર રાખીને બેસી રહ્યા છે અને આપણી સેનાના જવાનો આ આતંકવાદીઓથી આપણી રક્ષા કરવા માટે ખડેપગે ઉભા છે, ત્યારે જમ્મુ કશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ હુમલો કર્યો હતો જેમાં આપણી સેનાના 2 ઓફિસર અને ત્રણ જવાન શહીદ થઇ ગયા હતા, સામે બે આતંકવાદીઓને પણ તેમને ઠાર માર્યા હતા.

Image Source

આ પાંચ શહિદમાં એક જવાન ઉત્તરાખંડના અલ્મોડામાં રહેવા વાળા લાન્સ નાયક દિનેશ સિંહ પણ હતા. તેમને આ મહિને જ રજાઓમાં ઘરે આવવાનું હતું, પરંતુ લોકડાઉનના કારણે તેમને ઘરે આવવાનું યિગ્ય ના સમજ્યું અને પોતાની ફરજ ઉપર જ જોડાયેલા રહ્યા.

Image Source

બી દિવસ પહેલા જ દિનેશે જયારે તેના પિતા સાથે ફોન ઉપર વાત કરી ત્યારે જ ઘરે આવવાનું વચન આપ્યું હતું, પરંતુ એ વચન અધૂરું રહી ગયું, દિનેશે તેના પિતાને ફોન ઉપર કહ્યું હતું કે: ” હમણાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેના કારણે હમણાં ઘરે નહિ આવી શકું, જે જ્યા છે તેને ત્યાં જ રહેવાનું કહેવામાં આવ્યું છે.”

Image Source

દિનેશ 2015માં ભારતીય સેનાએ સાથે જોડાયો હતો. અને હજુ સુધી તેના લગ્ન પણ નહોતા થયા. જયારે તેમના માતા પિતાને દિનેશના શહાદતના સમાચાર મળ્યા ત્યારે તેમના ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

Author: GujjuRocks Team