ભલે નવી ગાડીમાં સહેજ ખરોચ કે સ્ક્રેચ આવી જાય તો અઠવાડિયું ઊંઘ નથી આવતી. એક એવી ઘટના સામે આવે છે જેમાં 20 મિનિટ પહેલા ખરીદેલી લેમ્બોર્ગિની કારના ચીથડાં ઉડી ગયા. કલ્પના કરો કે કારના માલિકનું શું થયું? આ ઘટનાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

કારની તસ્વીરો અને ઘટના અંગેની માહિતી ડબલ્યુવાયપી રોડ્સ પોલિસીંગ યુનિટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી હતી. તેને લખ્યું, ‘આ તો એક કાર છે પરંતુ આ બ્રાન્ડ ન્યુ લેમ્બોર્ગિની 20 મિનિટ પહેલા ખરીદી હતી. ટેક્નિકલ ખામીને કારણે તે લેન 3 માં અટકી ગઈ. ત્યારે પાછળથી એક કાર તેને ઠોકી દીધી. ‘

પ્રાપ્ત અહેવાલ મુજબ આ લેમ્બોર્ગિની હુરાકનની કિંમત 2 લાખ પાઉન્ડ (ભારતીય ચલણમાં આશરે 1.8 કરોડ રૂપિયા) છે. પોલીસે જણાવ્યું કે બ્રાન્ડ ન્યૂ લેમ્બોર્ગિની 20 મિનિટ પહેલા જ શોરૂમથી નીકળી હતી. પરંતુ થોડી ટેક્નિકલ ખામીને કારણે કાર વચ્ચેના રસ્તા પર અટકી ગઈ, ત્યારબાદ એક વાન તેને ટક્કર મારી હતી.
વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે લંડનના એમ 1 વેસ્ટ યોર્કશાયરમાં બનેલી ઘટનામાં લેમ્બોર્ગિની અને વાન ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમને જણાવી દઈએ કે, આ ઘટના ગુરુવારે બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી.

આ ઘટના ખુબ જ વાઇરલ થઇ રહી છે, લોકો આ ઘટના પર કોમેન્ટમાં પોતાનો મંતવ્યો જણાવી રહ્યા છે. અમુક લોકો કહી રહ્યા છે કે આ ખુબ જ દુઃખદ ઘટના છે, તો અમુક જણા કહી રહ્યા છે કે આના કરતા હું તો ઘર ખરીદતો તો. કેટલાક લોકો કહી રહ્યા છીએ કે ઈન્સ્યુરન્સ કંપની તો બિલ જોઈને રડવું આવી જશે.