ખબર

VIDEO: અમદાવાદનું આ તળાવ મૃત માથલીઓથી ઉભરાયુ, ખૂબ જ દુર્ગંધ ફેલાઇ,જાણો વિગત

અમદાવાદના લાંભામાં એક તળાવ આવેલુ છે અને તે તળાવમાં એક્સિજન ન મળવાને કારણે હજારો માછલીઓ મોતને ભેટી છે. સ્થાનિકો દ્વારા એ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, તળાવમાં ગંદકી વધતી જતી હોવાને કારણે આ માછલીઓના મોત થયા છે.

લાંભા વોર્ડમાં ગામમાં આવેલ તળાવનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે ત્યાં હજારોની સંખ્યામાં આજે ત્યાં માછલીઓના મોત થયા છે.

આ અંગે ગામના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ખૂબ જ દુર્ગંધ આજે સવારે ફેલાઇ રહી હતી અને તેની તપાસ કરતા જણાયુ કે તળાવમાં હજારો માછલીઓ મરી ગઇ છે અને આ તળાવ તેનાથી ઉભરાયેલુ હતુ. ઉલ્લેખનીય છે કે, આ અંગે મ્યુનિ,ને જાણ કરવામાં આવી હતી અને તેઓએ આ મૃત માછલીઓના નિકાલની કામગીરી શરૂ કરી હતી.

આ તળાવમાં ગંદકીનું પ્રમાણ વધવાથી ઓક્સિજનનું જે પ્રમાણ રહેવુ જોઇએ તે રહેતુ નથી અને તેનું પ્રમાણ ઘટી જાય છે જેને કારણે પણ માછલીઓના મોત થયા હોઇ શકે છે. મૃત માછલીઓને કારણે આજુબાજુમાં રહેતા લોકોને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મૃત માછલીઓના કારણે ઘણી જ દુર્ગંધ મારી રહી છે.