લાલુ યાદવની લાડલી રાજલક્ષ્મી કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી સુંદર નથી ! જુઓ તસ્વીરો
લાલુ યાદવની લાડલી રાજલક્ષ્મી કોઈ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી સુંદર નથી ! જુઓ તસ્વીરો રાજનીતિમાં લાલુ યાદવનું એક મોટું નામ છે. તે બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે. પોતાના નિવેદન અને રાજનીતિની વાતોને લઈને લાલુ યાદવ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આજે અમે વાત લાલુ યાદવની નહિ પરંતુ તેમની સૌથી નાની દીકરી રાજલક્ષ્મીની કરવાના છીએ, જે દેખાવમાં કોઈ અભિનેત્રી કરતા જરા પણ કમ નથી.

લાલુ પ્રસાદ યાદવને એક-બે નહિ પરંતુ 7 દીકરીઓ છે. તેમનો દીકરો તેજસ્વી યાદવ પણ હવે રાજનીતિમાં સક્રિય થઇ ગયો છે. તેમની સૌથી નાની દીકરી રાજલક્ષ્મી પરણિત છે. તેના લગ્ન વર્ષ 2015માં મુલાયમ સિંહ યાદવના પૌત્ર તેજ યાદવ સાથે થયા છે. તેના લગ્ન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા.

રાજલક્ષ્મી અને તેજ યાદવના લગ્ન દિલ્હીની અશોક હોટલમાં થયા હતા. તે સમયે તેજ યાદવ બે ચાર્ટર પ્લેનમાં જાન લઈને આવ્યો હતો. જેના કારણે પણ આ લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. રાજલક્ષ્મીની જો સુંદરતાની વાત કરવામાં આવે તો તે અભિનેત્રીઓ કરતા જરા પણ કમ નથી. સાથે જ તે ખુબ જ સાદગી ભર્યું જીવન વિતાવે છે.

આ વાતનો ઉલ્લેખ તેના પતિએ જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. તેજ યાદવે જણાવ્યું હતું કે “રાજલક્ષ્મી ખુબ જ શાંત સ્વભાવની છે અને તેની સાદગીના તે કાયલ છે.” તમને જણાવી દઈએ કે નેતા લાલુની બીજી લાડલી રોહિણી આચાર્ય દેશ સિંગાપોરમાં રહે છે. અને તેમના પતિ ત્યાં બેંકર છે. રોહિણી આચાર્ય પાસે MBBSની ડીગ્રી છે. આ દીકરી પણ રાજકારણથી દૂર છે પરંતુ તે ઇન્ટરનેટ પર પરિવાર માટે લડતી રહે છે.

રાજલક્ષ્મી વેસ્ટર્ન હોવાની સાથે પારંપરિક પણ છે. તે પોતાના પરિવારમાં ખુબ જ પ્રેમભાવથી રહે છે, તો પોતાના પતિની પણ હંમેશા સાથે ઉભી રહે છે.