લાલૂ પ્રસાદ યાદવની હાલત નાજુક, દિલ્લી લઇ જવાની કરવામાં આવી રહી છે તૈયારી, PMએ તેજસ્વી સાથે કરી વાત

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની તબિયત ઠીક નથી. તે પટના સ્થિત પારસ હોસ્પિટલમાં દાખલ છે. જાણકારી અનુસાર, આજે લાલુ યાદવને દિલ્લી એમ્સ લાવવામાં આવશે, એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, લાલૂ યાદવની તબિયત સ્થિર છે, એવામાં ડોક્ટરોએ તેમને દિલ્લી લઇ જવાની સલાહ આપી છે. લાલુ યાદવને એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્લી લઇ જવામાં આવશે. બિહારના ઉદ્યોગમંત્રી શાહનવાઝ હુસૈન લાલુ યાદવને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી.

રાજદ પ્રમુખ સાથે મળ્યા બાદ સ્વાસ્થ્ય મંત્રીએ મંગલ પાંડેએ કહ્યુ કે, લાલુ યાદવની તબિયત સ્થિર છે અને પૂરો પરિવાર તેમની સાથે છે. તેજસ્વી સહિત બધા લોકો સાથે મુલાકાત થઇ છે. મંત્રીએ કહ્યુ કે, લાલૂ યાદવની સારી સારવાર માટે જે કરી શકાય તે કરવામાં આવશે. હાલ તો બધી વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. હોસ્પિટલ પ્રબંધન અને લાલુ પરિવારના હંમેશ સંપર્કમાં છું. આ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીએ લાલુ યાદવના પુત્ર તેજસ્વી સાથે ફોન પર ચર્ચા કરી સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી. તેજસ્વીએ બિહારની જનતાથી ભાવુક અપીલ પણ કરી છે.

RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ રવિવારે પટનામાં રાબડી દેવીના સરકારી આવાસમા પડી ગયા હતા. જેના કારણે તેમના ખભાનું હાડકું તૂટી ગયું હતું અને શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી. તે પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડિત હતા. સોમવારે વહેલી સવારે તેમની તબિયત બગડતાં તેમને પટનાની પારસ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પૂર્વ સીએમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.

તેમની હાલત નાજુક હોવાથી એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને દિલ્હી લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે 1973માં રાબડી દેવી સાથે લગ્ન કર્યા હતા. તેમના 6 બાળકો છે, જમાં ત્રણ બાળકો રાજનીતિમાં સક્રિય છે. દીકરી મીસા ભારતી રાજયસભા સાંસદ છે,જયારે તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ બંને વિધાયક છે.

Shah Jina