ખબર

પિતાના મોતના 2 દિવસ પછી લાલરેમસિયામીએ જાપાનમાં ફાઇનલ રમી અને ભારતને જીતાડ્યુ

રમતનો જુસ્સો ઘણીવાર અંગત અનુભવોથી વધુ મોટો નજરે આવે છે. આ જ વાત સાબિત કરી આપી છે ભારતીય મહિલા હોકી ટીમની 19 વર્ષીય ખેલાડી લાલરેમસિયામીએ કે તે દેશ માટે કેટલી હદે સમર્પિત થઇ શકે છે. ભારતીય મહિલા હોકી ટીમે હિરોશિમામાં એફઆઇએચ સિરીઝ મહિલા ફાઇલ્સ હોકી ટૂર્નામેન્ટ જીતી પરંતુ લાલરેમસિયામીએ જે કર્યું એ દરેક ખેલાડી માટે મુશ્કેલ હોય છે.

Image Source

ફાઇનલ મેચના બે દિવસ પહેલા જ ભારતીય ટીમની ખેલાડી લાલરેમસિયામીના પિતા લાલથનસંગા જોટનું હાર્ટ એટેકથી નિધન થઇ ગયું. તેમ છતાં તેને હિરોશિમામાં ફાઇનલ મેચ રમી અને ભારતે જાપાનની ટીમને હરાવીને 3-1થી ટૂર્નામનેટ જીતી. આ જીત તેને પોતાના પિતાને સમર્પિત કરી છે. તેને દુઃખની ઘડીમાં પણ ટીમની સાથે રહેવાનો નિર્ણય લીધો અને રવિવારે ફાઇનલ મેચ રમી. આ કરાણે તે પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં પણ સામેલ થઇ ન શકી.

Image Source

લાલરેમસિયામી મંગળવારે ઘરે પહોંચી હતી અને પહોંચતા જ માતાને ભેટી પડી હતી. ઘરે આવીને તેને પિતાને શ્રદ્ધાંજલિ આપી. અહીં મિઝોરમના સરકારી અધિકારીઓ અને તેમના ગામના લોકોએ તેનું સ્વાગત અને સન્માન કર્યું. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ પણ ટ્વીટ કરીને લાલરેમસિયામીના પિતાના નિધન છતાં મેચ રમવાના નિર્ણયની સરાહના કરી હતી. લાલરેમસિયામીએ તેના કોચને જણાવ્યું હતું કે તે ઈચ્છે છે કે તેના પિતા તેના પર ગર્વ કરે. એ રમવા માંગે છે અને ભારતને ક્વોલિફાય કરાવવા માંગે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks