લલિત મોદી અને વિજય માલ્યા વચ્ચે ખીલ્યા મિત્રતાની ફૂલ, માલ્યા બોલ્યો- બંને સાથે ખોટુ થયુ…

વિજય માલ્યા-લલિત મોદી વચ્ચે દોસ્તાના, જન્મદિવસની શુભકામના પર બોલ્યો- આપણી સાથે ખોટુ થયુ

ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યા અને પૂર્વ IPL ચીફ લલિત મોદી વચ્ચે ઇન્ટરનેટ પર ઉગ્ર મિત્રતા જોવા મળી. બુધવારે વિજય માલ્યાનો જન્મદિવસ હતો, જેના પર લલિત મોદીએ તેને શુભેચ્છા પાઠવી અને લલિત મોદીએ X એકાઉન્ટ પર પોસ્ટમાં લખ્યું કે, ‘મારા મિત્ર વિજય માલ્યાને જન્મદિવસની શુભેચ્છા. જીવનમાં હંમેશા ઉતાર-ચઢાવ આવે છે. આપણે બંનેએ તે જોયું છે. આ પણ પસાર થઇ જશે.

આવનારું વર્ષ તમારું વર્ષ બની રહે અને તમે પ્રેમ અને હાસ્યથી ઘેરાયેલા રહો. ઘણો પ્રેમ.’આના જવાબમાં માલ્યાએ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે બંને સાથે અન્યાય થયો છે. લલિત મોદીની પોસ્ટનો જવાબ આપતા વિજય માલ્યાએ લખ્યું, ‘આભાર મારા પ્રિય મિત્ર. જે દેશમાં આપણે યોગદાન આપવાનો પ્રયાસ કર્યો હતો આપણા બંને સાથે અન્યાય થયો છે.’

આ પહેલા વિજય માલ્યાએ અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને બેંકો પાસેથી બમણાથી વધુ લોનની વસૂલાત બાદ રાહતની માંગ કરશે. તેની ટિપ્પણીઓ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં આપેલા નિવેદન પછી આવી. જેમાં તેણે કહ્યું હતું કે તેની અટેચ કરેલી મિલકતોમાંથી 14,130 કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી છે. માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું, ‘ડેટ રિકવરી ટ્રિબ્યુનલે અંદાજ લગાવ્યો છે KFA (કિંગફિશર એરલાઇન્સ)નું રૂ. 6203 કરોડનું દેવું છે રૂ. 1200 કરોડના વ્યાજ સહિત.’

તેણે આગળ લખ્યું, ‘નાણામંત્રીએ સંસદમાં જાહેરાત કરી કે ED દ્વારા બેંકોએ મારી પાસેથી 6203 કરોડની જજમેન્ટ લોન સામે 14,131.6 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે અને હું હજુ પણ આર્થિક અપરાધી છું. જ્યાં સુધી ED અને બેંકો કાયદેસર રીતે સાબિત નહીં કરે કે તેમણે કેવી રીતે બમણાથી વધુ લોન લીધી છે, હું રાહતનો હકદાર છું, જેના માટે હું પણ પ્રયત્ન કરીશ.’

Shah Jina