મુંબઈમાં લાલબાગના રાજાના દરબારમાં સામાન્ય ભક્તોને ધક્કા, VVIPને ઇજ્જત- ભેદભાવનો વીડિયો વાયરલ

દેશભરમાં ગણપતિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકો મુંબઈમાં લાલબાગના રાજાના દર્શન કરવા જઇ રહ્યા છે.ત્યારે આ દરમિયાનનો લાલ બાગના રાજાના દરબારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે અહીં VVIPને સન્માન આપવામાં આવે છે અને સામાન્ય લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે.

VVIP તરફ કોઈ ભીડ નથી અને સામાન્ય લોકોને ધક્કા મારીને હટાવવામાં આવી રહ્યા છે. જ્યાં સામાન્ય લોકો દર્શન કરી રહ્યા છે ત્યાં લોકો યોગ્ય રીતે માથું પણ નથી નમાવી શકતા. બાપ્પાની સામે પહોંચતા જ તેમને ધક્કા મારી દૂર ધકેલવામાં આવી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે બાપ્પા પાસે એક છોકરી ઉભી છે, જે સામાન્ય લોકોને માથું નાખતા જ દૂર ધકેલી રહી છે.

બીજી તરફ, વીવીઆઈપીને માથુ તો ટેકવવાનું છોડો, તેઓ આરામથી ઊભા છે અને ફોટા ક્લિક કરાવી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને લોકો ભેદભાવનો આરોપ લગાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Rocks (@thegujjurocks)

Shah Jina