ખબર

જામનગરના આ પરિવારે ખરીદ્યુ પોતાનું પ્રાઇવેટ પ્લેન, સૌથી પહેલા પરિવાર સાથે આ મંદિરે કરવા ગયા દર્શન

વૈભવી જીવન જીવતા ઘણા લોકો પોતાના માટે લકઝરીયસ કાર ખરીદે છે, તો ઘણા લોકો સ્પોર્ટ્સ બાઇકના પણ શોખીન હોય છે. દેશના સૌથી મોટા ઉદ્યોગ પતિઓ પાસે પોતાના પ્રાઇવેટ પ્લેન પણ હોય છે ત્યારે જામનગરના એક વ્યવસાયીએ હાલમાં જ એક પ્રાઇવેટ પ્લેન ખરીદી અને પોતાનો ડંકો દુનિયાભરમાં વગાડી દીધો છે.

Photo Credit: (aajkaaldaily.com)

પ્રાપ્ત માહિતી અનુસાર શિપિંગ વ્યવસાય અને બીજા કેટલાક અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા જામનગરના ખુબ જ નામચીન વ્યવસાયી લાલ પરિવારે પોતાના માટે અંદાજે 4 મહિના પહેલા પ્રાઇવેટ પ્લેન ખરીદ્યું છે. સમસ્ત જામનગર અને સૌરાષ્ટ્ર માટે આ ખુબ જ ગર્વની વાત છે. લાલ પરિવાર દ્વારા પ્રાઇવેટ પ્લેન ખરીદ્યા બાદ જામનગરમાં જ નહિ પરંતુ સમસ્ત સૌરાષ્ટ્રમાં પ્રાઇવેટ જેટ ખરીદનારો લાલ પરિવાર પહેલો પરિવાર બન્યો છે.

Photo Credit: (aajkaaldaily.com)

ગુજરાતના પૂર્વ મંત્રી હરીદાસ લાલ જીવણદાસ લાલ એટલે કે બાબુભાઈ લાલના પુત્રો અશોકભાઈ લાલ તથા જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ રાજકીય ક્ષેત્રોમાં પણ વર્ષોથી સંકળાયેલા જોવા મળે છે.

Photo Credit: (aajkaaldaily.com)

લાલ પરિવારના સભ્ય મિતેશભાઇ લાલે જણાવ્યું હતું કે “ટ્રાયલ બેઝ ઉપર પ્રાઇવેટ જેટને જામનગર લાવવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 10 વ્યક્તિ ટ્રાવેલ કરી શકે તેટલી ક્ષમતા છે. આ પ્રાઇવેટ પ્લેન હાલ અમદાવાદ ખાતે રાખવામાં આવશે. પ્રાઇવેટ જેટ પ્લેન માટે અંદાજે 15 કરોડનો ખર્ચ કર્યો છે. આ પ્રાઇવેટ જેટમાં વડીલોને બેસાડી દ્વારકા જગતમંદિરના દર્શન કરવા ગયા હતા.”

જામનગરમાં આવેલા ટાઉનહોલ ખાતે શ્રીજી શિપિંગના નામે લાલ પરિવારની મોટી ઓફિસ આવેલી છે. જેમાં અશોકભાઈ લાલ જીતુભાઈ લાલ મિતેશભાઇ લાલ અને કૃષ્ણ રાજ લાલ શીપીંગ વ્યવસાય સંભાળે છે.

Photo Credit: (aajkaaldaily.com)

લાલ પરિવાર દ્વારા જામનગરમાં શ્રી હરીદાસ લાલ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ અનેક સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલ અને એમનાં સંતાનો વૈભવી ગાડીઓને લઇને પણ ચર્ચામાં આવ્યા હતા. ત્યારે હવે આ પરિવારની અંદર પ્રાઇવેટ જેટ આવી જતા તેમના વૈભવી જીવનની અંદર ચાર ચાંદ લાગી ગયા છે.

Photo Credit: (aajkaaldaily.com)

આ પ્રાઇવેટ પ્લેનની ડીલેવરી અંદાજે 4 મહિના પહેલા લાલ પરિવારને મળી છે. અને ડીલેવરી મળતા જ લાલ પરિવાર પોતાના સ્નેહીજનો સાથે દ્વારકા જગત મંદિરના દર્શને પહોંચ્યો હતો. આ પ્રાઇવેટ  જેટને હાલ અમદાવાદ રાખવામાં આવશે.